આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ સરકારી નોકરી કરતા કર્મચારીનો સન્માન કાર્યક્રમ અને શાળાના કર્મનિષ્ઠા શિક્ષક કિરણભાઈ હદવાણીનો વિદાય સંભારંભ યોજાયો હતો, જેમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય મૂળજીભાઈ પરાલીયા અને હાલ જીલ્લા પંચાયત સદસ્ય તેમજ સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધામી તથા નડાળા પે. સેન્ટરના આચાર્ય મહેશભાઈ તેમજ નડાળા પે.સેન્ટર તાબા હેઠળની શાળાઓના આચાર્ય સી.આર.સી કોઓર્ડીનેટર ગભરુભાઈની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના 70 માં સ્થાપના દિન નિમિત્તે દેવગઢ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાની સુદામડા સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મૂળજીભાઈએ જણાવ્યું હતું કે, હાલના ટેકનોલોજીના યુગમાં બાળકોને નવી દિશા આપવાની જરૂર છે તેમજ બાળકો આજના સ્માર્ટ યુગમાં સ્માર્ટ બને અને બાળકો અવનવી ટેકનોલોજીથી વાકેફ થાય અને સારું શિક્ષણ મેળવે એના માટે વાલીઓ પણ જાગૃત બને સી.આર.સી. ગભરૂભાઈ દ્વારા ઉપસ્થિત વાલીઓ અને બાળકોને શીખ આપતા જણાવ્યું હતું કે, દરેક બાળક અલગ અલગ વિભાગમાં અલગ અલગ વિષયમાં અને અલગ અલગ ટેકનોલોજી સાથે આગળ વધે દરેક બાળકમાં સુષુપ્ત શક્તિ રહેલી છે અને એ સુષુપ્ત શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને તેના માટે શિક્ષક રાહબર બને યોગ્ય દિશાથી દે એટલે કોઈ બાળક ક્યારેય પાછી પાની નહીં કરે સાથે સાથે દેવગઢ પ્રાથમિક શાળાની બાળાઓએ દીકરો મારો લાડકવાયો અભિનય ગીત કરીને ઉપસ્થિત વાલીઓ અને શિક્ષકોની આંખો ભીની કરી એવું ધારદાર રજૂઆત કરી હતી.
આ તકે હું સીઆરસી કો-ઓર્ડીનેટર ગભરૂભાઈ, દેવગઢ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શાળાના સ્ટાફ પરિવાર અને જેના થકી કાર્યક્રમ ઉજળો બન્યો હતો, એવા શાળાના બાળકો અને આ કાર્યક્રમને શોભાવનાર ગામના વાલીગણ તેમજ ફરીવાર અભિનંદન આપવાનું મન થાય કે જેમને આ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી એવા મેઘાભાઈ જોગરાના અને શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech