રાજકોટમાં સામાન્યથી લઇ જીવલેણ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે.અકસ્માતના ઘણાખરા બનાવોમાં વાહનચાલક ટીનેજર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ટીનેજરોમાં ટ્રાફિક નિયમોને લઇ જાગૃતિ આવે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે શહેર ટ્રાફિક શાખા દ્રારા ખાસ ઝૂંબેશ શ કરવામાં આવી છે.
આ ઝુંબેશના ભાગપે રાજકોટની સ્કુલ–કોલેજોમાં ટ્રાફિક નિયમનોનું પાલન ન કરતા ટીનેજરો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં કુલ ૭૦૭ વિધાર્થીઓને .૩,૯૦,૦૦૦ નો દડં કરવામાં આવ્યો છે. સાથોસાથ ૭ વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ યથાવત રહેશે તેવું ટ્રાફિક શાખાના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજયમાં વર્ષ–૨૦૨૩– ૨૪ દરમિયાન ૭૨૭ જેટલા માર્ગ અકસ્માતો ૧૮ વર્ષથી નાની વયના યુવાનો દ્રારા થયા છે. રાજયમાં દર વર્ષે ૧૮ વર્ષથી નાની વયના સરેરાશ ૪૪૬ યુવકોના મૃત્યુ થાય છે, જેથી રાજકોટ શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓની માર્ગ સલામતી સુનિશ્ચિત થાય અને ટીનેજર્સેા દ્રારા થતાં જીવલેણ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય તે હેતુથી પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને ઇન્ચાર્જ એસીપી (ટ્રાફિક) વી.જી.પટેલની રાહબરીમાં ટ્રાફિક શાખાના અધિકારી– કર્મચારીઓ દ્રારા શહેરી વિસ્તારની અલગ–અલગ સ્કુલ– કોલેજો ખાતે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા ટીનેજર્સેા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરી કુલ ૭૦૭ વિધાર્થીઓને .૩,૯૦,૦૦૦ નો દડં કરવામાં આવ્યો છે. સાથોસાથ ૭ વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech