રાજકોટ જિલ્લાના 1200 વિદ્યાર્થીઓને મળે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાનો લાભ...આટલા હજાર મળે છે સ્કોલરશીપ

  • September 04, 2023 11:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ RTE,  સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં અભ્યાસ કરતાં બાળકો આ પરીક્ષા આપીને રાજય સરકારની શિષ્યવૃત્તિ મળેવવા હકદાર બને છે. સરકારી સ્કુલમાં રૂ.સાત હજાર અને ખાનગીમાં રૂ. ૨૫ હજાર જેટલી રકમ આપવામા આવે છે. ચાલુ વર્ષે  રાજકોટ જિલ્લાના ૧૨૦૦ વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહયો છે. એજયુકેશન ઇન્સપેકટર યોગેશ ભટ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.


આ અભ્યાસ કરતા બાળકો આપી શકે પરીક્ષા

મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ ધો.૬થી ૧૨માં અભ્યાસ કરતાં બાળકો આ પરીક્ષા આપી શકે છે. જેમાં રાજકોટ જિલ્લાના એક હજાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં ધો. ૬ થી ૮ માટે રૂ. વીસ હજાર, ધો.૯થી ૧૦ માટે રૂ. ૨૨ હજાર, ધો.૧૧ અને ૧૨ માટે રૂ. ૨૫ હજાર વાર્ષિક મળે છે. 


મૂખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક આયામો ઉભા થયા છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કવોલીફાઇડ શિક્ષકો, રમત ગમતના મેદાનોવાળી આધુનિક શાળાઓના મકાનો, મધ્યાહન ભોજન, વિના મૂલ્યે પુસ્તકો,  કોમ્પ્યુટર લેબ, વાઇફાઇની સુવિધાઓ, ઓનલાઇન શિક્ષણની સુવિધાઓ, ધો.૮ ની બાળાઓને સાયકલ, સ્માર્ટ સ્કુલ, બાલ વાટિકા,  કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટેબલેટ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આર્થિક તંગી ન રહે અને અભ્યાસમાં પ્રોત્સાહન મળે એ માટે સરકાર દ્વારા અનેક પ્રકારની પ્રોત્સાહન સહાય સ્કોલરશીપરૂપે આપવામાં આવે છે. 


જિલ્લા શિક્ષણ અધિકારી ભરત કૈલાના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા તેજસ્વી બાળકોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી ધો.૮માં અભ્યાસ કરતાં બાળકોને NMMS નેશનલ મેરીટ કમ સ્કોલરશીપ રાષ્ટ્રિય શિષ્યવૃતિ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ગુજરાતના પ૬૦૦ બાળકો આ સ્કોલરશીપ મેળવવા અરજી કરી હતી જેમાં ૨૫૬ જેટલા રાજકોટ જિલ્લાના બાળકોને કૂલ ૪૮ હજારની સહાય આપવામાં આવે છે. આ સહાય ધો.૯ થી ૧૨ દરમિયાન દર વર્ષે રૂ. ૧૨ હજાર લેખે આપવામાં આવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application