બિહારની રાજધાની પટનાથી આરા–છપરા સુધી છેલ્લા બે મહિનાથી ટ્રાફિક જામ છે, જેના કારણે ૨૫ લાખની વસ્તી પ્રભાવિત થઈ રહી છે. ૭૦ કિલોમીટર લાંબા ટ્રાફિક જામના કારણે નજીકમાં રહેતા અને ત્યાંથી પસાર થતા લોકો પરેશાન છે. વહીવટીતંત્રના અનેક પ્રયાસો છતાં ટ્રાફિક જામની સમસ્યા હલ થઈ નથી, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
પટનાથી આરા–છપરા સુધી ટ્રાફિક જામમાં લગભગ ૨૦ હજાર ટ્રક લાંબી કતારોમાં ઉભા છે. તેમને એક કિલોમીટર આગળ વધવામાં એક કલાકથી વધુ સમય લાગે છે. પટના પોલીસે પણ આ વિસ્તારમાં ટ્રાફિક જામને દુર કરવા માટે ઘણી જગ્યાએ પોલીસ દળો તૈનાત કર્યા છે, પરંતુ તેમના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ભોજપુરના છપરાથી સહર અને પટના જિલ્લાના બિહતા, નૌબતપુર, બિક્રમ સુધી ટ્રકોની લાંબી લાઇન છે. જામનું કારણ ભોજપુરના કોલ્હારામપુર અને છપરામાં રોડનું નિર્માણ છે. બાંધકામ સુધી જામનો સામનો કરવા માટે, દિવસ દરમિયાન રેતી વહન કરતી ટ્રકો પર પ્રતિબધં સાથે, પટનાથી સીધા કોઈલવાર જવાને બદલે અરવલથી ટ્રક મોકલી શકાય છે. સોનમાં બનેલા સિકસ લેન બ્રિજની એક લેનમાં ત્રણ લાઈનમાં સેંકડો રેતી ભરેલી ટ્રકો મૃત અવસ્થામાં ઉભી છે. બહાર નીકળવાની ઉતાવળમાં રોડની બંને તરફ વાહનોની લાંબી કતારોથી મુશ્કેલીઓ વધી છે. પોલીસકર્મીઓને પણ ટ્રાફિક જામ દૂર કરવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્ડિંગ કોચ ટી દિલીપે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કર્યું, ઇનામ રાખ્યું 300 ડોલર; જુઓ કોણ જીત્યું
December 23, 2024 11:35 AMખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ
December 23, 2024 11:35 AMપુણેમાં નશામાં ધૂત ડમ્પરચાલકે ૯ને કચડયા, બે બાળક સહિત ત્રણના મોત
December 23, 2024 11:34 AMમેટોડાના યુવાનને વ્યાજખોર બંધુની દુકાન બધં કરાવી દઇ સામાન ભરી જવા ધમકી
December 23, 2024 11:33 AMસુલતાનપુર નજીક ઇનોવાએ બાઇકને ઠોકર મારતા બાબરાના આધેડનું મોત, યુવકને ઇજા
December 23, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech