મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોના 70 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

  • April 07, 2021 02:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રોના 70 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતાં હવે કોરોના વોરની સમગ્ર સિસ્ટમ ખોરવાઈ જવાની ભીતિ સર્જાતા ફફડાટ ફેલાઈ ગયો છે. વિશેષમાં મહાપાલિકાના વિશ્ર્વસનિય સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં કોરોના ટેસ્ટ કરવાની કામગીરી સંભાળતા સ્ટાફ તેમજ કોરોના વેક્સિનેશનની કામગીરી સંભાળતા સ્ટાફમાંથી છેલ્લા પાંચ દિવસ દરમિયાનમાં કુલ 70 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

 

ટેસ્ટની કામગીરી કરતા અને વેક્સિનેશનની કામગીરી કરતાં કર્મચારીઓ જ પોઝિટિવ આવતા તેમને રિપ્લેસ કરવા ખુબ જ મુશ્કેલ બની જાય તેમ છતાં પોઝિટિવ રિપોર્ટ આવે કે તુરંત જ તેમને રજા આપવી પડે છે. કોરોના પોઝિટિવ આવેલા ઉપરોકત 70 કર્મચારીઓમાં મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, કાયમી કર્મચારીઓ અને કરારજન્ય કર્મચારીઓ પણ સમાવિષ્ટ છે. અમુક આરોગ્ય કેન્દ્રોમાં તો એકસાથે અનેક કર્મચારીઓ પોઝિટિવ આવતા આરોગ્ય કેન્દ્રો બંધ કરવા કે ચાલુ રાખવા ? તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે આમ છતાં મહાપાલિકા તંત્ર એક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ બીજા આરોગ્ય કેન્દ્રમાં ડેપ્યુટ કરીને કામગીરી ચલાવી રહ્યો છે.

 


મુશ્કેલી એ પણ રહે છે કે આરોગ્ય શાખાની કામગીરી મેડિકલ કે પેરા મેડિકલ સ્ટાફ સિવાય અન્ય કોઈ કરી શકે નહીં આથી મહાપાલિકાની અન્ય શાખાઓનો સ્ટાફ આ કામ માટે ઉપયોગમાં પણ લઈ શકાતો નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS