જેતપુર ટેકસટાઈલ ઉદ્યોગમાં ૪ વખત દરેડા દરમિયાન ૭૦ બાળ મજૂરોને છોડાવાયા

  • December 09, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔદ્યોગિક શહેર જેતપુરમાં શ્રમ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં બાળકો પાસે બાળમજૂરી કરાવતા કારખાનાઓ પર ચારેક વાર છાપો મારી ૭૦ જેટલા બાળમજૂરોને મુક્ત કરાવ્યા છતાંય હજુ સાડી ફિનીશીંગના ઘણા કારખાનાઓમાં બાળમજૂરો જોવા મળી રહ્યા છે.



ઔદ્યોગિક શહેર જેતપુરમાં પરપ્રાંતીય ઠેકેદારો તેમના પ્રદેશ બિહાર, ઝારખંડ, યુપીમાંથી કારખાનાઓમાં મજૂરી અર્થે બાળકો લાવવામાં આવે છે. ઠેકેદારો બાળકોને તેના વાલી પાસે આઠ કલાક કામ કરવાનું કહીને અહીં લાવીને તેમની પાસે ત્રણ હજારથી પાંચ હજાર માસિક પગાર આપી અઢાર અઢાર કલાક સખત મજૂરી કરાવે છે. અને ઠેકેદારો બાળમજૂરોની મજૂરી પેટે કારખાનાઓ પાસેથી પંદરથી વીસ હજાર જેટલી મજૂરી વસુલતા હોય છે. એટલે કે ઠેકેદારો દાણ પરિવારોના બાળકોનું શોષણ કરતા હોય છે. આવા શોષણખોરો પર સમાજ સુરક્ષા ખાતું છાપો મારી બળમજૂરોને મુક્ત કરાવતી હોય છે.



જેમાં ગતરોજ પણ બે કારખાનાઓ પર છાપો મારી શ્રમ વિભાગ દ્વારા ૨૬ જેટલા બળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. આ અંગે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાને પૂછતાં તેઓએ જણાવેલ કે, અમારી અન્ડરમાં સાડીઓના કારખાનાઓમાં બળમજૂરોને રાખવામાં જ નથી આવતા, પરંતુ સાડી છપાઈ બાદ સાડી ફિનીશીંગ કરવામાં આવતી હોય છે તે અમારાથી જુદો વિભાગ છે તેમાં બળમજૂરો રાખવામાં આવે છે. અને અત્યાર સુધીમાં સાડી ફિનીશીંગના કારખાનાઓમાં જ તમામ છાપા પડ્યા છે અને તેમાંથી બળમજૂરો ઝડપાયા છે. એટલે આ ફિનીશીંગવાળા કારખાનેદારોએ પણ બાળમજૂરો ન રાખવા જોઈએ, જ્યારે આ અંગે શ્રમ વિભાગના અધિકારી એમપી જોશીએ જણાવેલ કે, તેઓની કચેરીએ બાળ સુરક્ષા સાથે સંકળાયેલ અન્ય કચેરીઓ સાથે મળી સંયુક્ત રીતે  છેલ્લ ા એક વર્ષમાં જેતપુરમાં ચારેક છાપા માર્યા છે અને તેમાં ૭૦ જેટલાં બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. બાળ મજૂરોના છાપા તો ચાલુ જ હોય ઘણીવાર બાતમીને આધારે ઘણીવાર રેગ્યુલર કામગીરી કે ઘણીવાર સ્પેશિયલ ડ્રાઇવ ગોઠવીને છાપો મારવામાં આવતા હોય છે.



જેતપુર શહેરમાં સાડી પ્રિન્ટીંગના કારખાનાઓ સિવાય અન્ય આનુસંગિક એકમો જેમકે સાડીના ફિનિશીંગના કામકાજ માટે નાના નાના ફેલ્ટ-ફિનિશીંગના એકમો આવેલા છે જેમાં પ્રિન્ટેડ સાડી કે ડ્રેસ મટિરિયલને ઘડી-ઇસ્ત્રી પેકીંગ  વિગેરે હળવા કામકાજ કરવામાં આવે છે અને આવા કારખાનેદારોને પણ સરકારી તંત્ર દ્વારા અવારનવાર બાળ મજૂરો અંગેના કાયદાની માહિતી આપવામાં આવે છે.
આથી, ફરિવાર જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ  એશોશીએશન દ્વારા જેતપુરના તમામ પ્રિન્ટિંગ એકમોના માલિકો અને કારખાનેદારોને અપીલ કરે છે કે કોઈપણ સંજોગોમાં નાની વયના બાળ મજૂરોને કામ ઉપર રાખવા નહીં તે ધ્યાને રાખવા વિનંતિ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application