ધ્રોલમાં બનેલી 7 વર્ષ જૂની સોસાયટીઓમાં હજુ સુધી સુવિધાની ઉણપ

  • January 08, 2025 10:57 AM 

રહેવાસીઓ દ્વારા વારંવાર રજુઆત કરવા છતાંય કોઈ ઉકેલ નહિ : સામાન્ય અને મુખ્ય સુવિધાની ઉણપ : રહેવાસીઓમાં ઉગ્ર રોષની લાગણી



ધ્રોલમાં નવી બનેલ ભવ્યગ્રીન,સ્વસ્તિક,સનસિટી જ્યોતિ પાર્ક,માધવ પાર્ક જેવી સોસાયટી માં 7/8  વર્ષ  થવા આવ્યા છતાં પણ પ્રાથમિક સુવિધા નગર પાલીકા દ્વારા આપવામાં ક્યારે આવશે એવું અહીના રહેવાસીઓમાં ચર્ચાય રહ્યું છે


જામનગર જિલ્લાનું મુખ્ય તાલુકો એટલે ધ્રોલ કહી શકાય,ધ્રોલ શહેરમાં અંદાજીત 7 થી 8 વર્ષ પહેલાં બનેલી સોસાયટીઓમાં નગરપાલિકા હજુસુધી પહોંચી શકી નહીં,સામાન્ય અને જીવન જરૂરી સુવિધા કહી શકાય તેવી સુધીમાં પણ નગરપાલિકા પુરી પાડી શકી નહીં,સોસાયટીમાં લોકો રહેવા આવે ત્યારે મુખ્ય ભૂગર્ભ ગટર, રસ્તા, પેવર બ્લોક,નિયમિત સફાઇ કચરા માટે ટિપર વાન વિગેરે સુવિધા અહીંના નાગરિકોને મળતી નહિ તેમ લોકો દ્વારા અવારનવાર ફરિયાદો કરવામાં આવી છે છતાંય તે સમસ્યાનો હજુ કોઈ નિવેળો આવ્યો નહિ,રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.


 ધ્રોલમાં લગભગ 7 વર્ષ પહેલાં બનેલી ભવ્યગ્રીન, સ્વસ્તિક, સનસિટી,જ્યોતિ પાર્ક,માધવ પાર્ક જેવી સોસાયટીમાં સુવિધાની ઉણપ જોવા મળી રહી છે,ઘણા સમયથી લોકો નગરપાલિકામાં રજુઆત ફરિયાદો તથા માંગ કરી રહ્યા છે પણ કોઈ દ્વારા જવાબ મળતો નહિ,હાલ લાગી આ બધી સોસાયટી ધ્રોલ શહેરમાં આવતી ન હોય તેવી અનુભૂતિ થઈ રહી છે,કેમ કે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાંય કામ થતા નહિ,અગાઉ પણ આ સોસાયટીના રહીશો દ્વારા મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં આ બાબતને લઈને રજુઆત કરાઈ હતી તેમજ કલેકટર શહેરી વિકાસ વિભાગ પ્રાદેશિક કમિશ્નરને પણ રજૂઆતો કરેલ છે,છતાંય આ સમસ્યાનો ઉકેલ આવ્યો નહિ,હાલ સોસાયટીના રહેવાસીમાં ઉગ્ર રોષ દેખાઈ રહ્યો છે અને તાત્કાલીક આ બધી સુવિધાઓ સોસાયટીમાં પુરી પાડવા માંગ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application