રાજપાર્કમાં તિનપત્તી ખેલતી 7 મહિલાઓ સપડાઇ

  • December 05, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાગૃતીનગરમાં કાટ-છાપનો જુગાર : ખરેડીમાં બે વર્લીબાઝ ઝબ્બે : રોકડ અને સાહિત્ય જપ્ત


જામનગરના ગુલાબનગર રાજપાર્ક પાર્ટીપ્લોટ વાળી શેરીમાં જાહેરમાં કેટલીક મહિલાઓ તિનપતીનો જુગાર રમતી હોવાની હકીકત આધારે સીટી-બી પોલીસે દરોડો પાડીને 7 મહિલાઓની અટકાયત કરી હતી જયારે જાગૃતીનગરમાં સિકકો ઉછાળીને જુગાર રમતા બે શખ્સો ઝપટમાં આવ્યા હતા. અને કાલાવડમાં બે વર્લીબાઝને દબોચી લીધા હતા.


ગુલાબનગરના રાજપાર્કમાં તિનપતીનો જુગાર રમતી રાજપાર્કના તુલશી બંગલો ખાતે રહેતી કાજલબેન કૌશિક ગોહીલ, સુરભીબેન કિશન ગોહિલ, રામેશ્ર્વરનગર પટેલવાડીના અનિતાબેન દિલીપ મહેતા, રંગમતી પાર્ક-4માં રહેતા ખમાબેન જયસુખ ચાવડા, લાલવાડી ખાતે રહેતા શારદાબેન જેન્તીલાલ ચૌહાણ, રાજપાર્ક વ્હાઇટ ફીલ્ડ ખાતે રહેતા કુંદનબેન કિશોર ચૌહાણ, રાજકોટના રામતપરા સિંધી કોલોની ખાતે રહેતા મીનાબેન મહેશ મોટવાણીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમ્યાન ગંજીપતા અને 17500ની રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.


આ ઉપરાંત જામનગરના જાગૃતીનગરમાં સિકકો ઉછાળીને કાટ છાપનો જુગાર રમતા નિલકમલ સોસાયટીના પોપટ રામ ભારવાડીયા અને ગણપતનગરના લક્ષમણ સખીલાલ પરમાર આ બંનેને રોકડ 1572 સાથે પકડી લીધા હતા અને કાલાવડના ખરેડીમાં રહેતા દિલીપપરી ધનરાજપરી ગોસ્વામી અને ઇસુબશા જમાલશા બાનવા આ બંનેન ખરેડી બસ સ્ટેન્ડ નજીક વર્લી મટકાનો જુગાર રમતા રોકડ 370, મોબાઇલ અને ચિઠ્ઠી મળી કુલ 1870ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application