ગઇકાલે તળાવના અંદર અને બહારના ભાગમાં સફાઇ અભિયાન કરાયું
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા સફાઈ મિત્રોના સહયોગથી લાખોટા તળાવમાં અંદરના ભાગમાં તથા બહારના ભાગમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને કુલ 7 મેટ્રિક ટન જેટલો કચરો એકત્ર કરીને બહાર કાઢી લેવામાં આવ્યો છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા જામનગર શહેરમાં આવેલા લાખોટા તળાવની અંદર તથા બહારની બાજુએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઇ મિત્રો દ્વારા તા.2.3.2025 થી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત અત્યાર સુધી 32 સફાઈ મિત્રો દ્વારા દૈનિક ધોરણે સફાઈ કરી 6 થી 7 મેટ્રિક ટન જેટલા કચરા નો નિકાલ કરવામાં આવ્યો છે.
લાખોટા તળાવ એ જામનગર શહેરનું એક ઐતિહાસિક સ્થળ હોય તેની સ્વચ્છતા જળવાઇ રહે તે જામનગર શહેર ના નાગરિકોની પણ નૈતિક ફરજ બને છે. શહેરનાં ઓળખ સમાં આપણાં લાખોટા તળાવની આંતરિક તેમજ બાહ્ય સફાઈનું ધોરણ જળવાઈ રહે, તે માટે તળાવની અંદર તથા આજુબાજુના વિસ્તારમાં કચરો નહીં નાખવા આથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech