રાજસ્થાન જોધપુરની પેઢીના સંચાલકે બ્રાસનો માલ મંગાવી ચુનો ચોપડયો
જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેસ-3માં આવેલી બ્રાસપાર્ટની ચાર પેઢી સાથે 7 લાખની છેતરપીંડી થયાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, રાજસ્થાન જોધપુરના એક પેઢીના સંચાલક સામે પંચ-બીમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કયર્િ છે.
જામનગરના મંગલદીપ સોસાયટી, શેરી નં. 2 ખાતે રહેતા વેપારી વિશાલ અશોકભાઇ સુચકએ ગઇકાલે પંચ-બીમાં રાજસ્થાનના ક્રિષ્ના ટ્રેડર્સ જોધુપરના ભરતકુમારની વિરુઘ્ધ આઇપીસી કલમ 406, 420 મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપી ભરતકુમારે પોતાની પેઢીના નામે ગત વર્ષમાં ફરીયાદી વિશાલભાઇની પેઢીમાંથી તથા સાહેદોની પેઢીમાંથી જુદી જુદી બ્રાસપાર્ટની ચિજવસ્તુ, માલની ખરીદી કરી હતી અને ફરીયાદી તથા સાહેદોની પેઢીની બાકી રહેતી બિલની રકમ 7.09.995 નહીં ચુકવી વિશ્ર્વાસઘાત કર્યો હતો.
ગત ફેબ્રુઆરી 20233થી આજ સુધીના સમયગાળા દરમ્યાન દરેડ જીઆઇડીસી ફેસ-3, સી રોડ, પ્લોટ નં. 4297માં એમીનેન્સ હાર્ડવેર એન્ડ સેનીટરી હબ નામની પેઢી તથા અન્ય સાહેદોની પેઢી ખાતે બનાવ બન્યો છે.
વધુમાં મળેલી વિગતો મુજબ દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ફરીયાદી ઉધોગકારને ટેલીફોન મારફતે જોધપુરની ક્રિષ્ના ટ્રેડર્સ નામની પેઢીના સંચાલક ભરતકુમારે કટકે કટકે 4.5 લાખનો માલ મંગાવ્યો હતો અને તેના બદલામાં ચેક આપ્યા હતા, જે ચેક નિયત તારીખે જમા કરાવતા નાણાના અભાવે પરત ફયર્િ હતા.
ઉપરાંત અન્ય 3 પેઢીના સંચાલકો જેમાં સાયોના એન્ટરપ્રાઇઝ, ખુશ્બુ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ, આરના મેટલ ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ ા. 2.58 લાખ જેવા બ્રાસનો માલસામાન મંગાવ્યા પછી આપેલા ચેક બાબતે છેતરપીંડી થયાનું જાણવા મળ્યુ હતું, ફરીયાદના આધારે પંચ-બી દ્વારા તપાસ લંબાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech