અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રક ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર બતાવાઈ રહી છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.થોડા સમય માટે હાઈ-વે પર ટ્રાફિક અવરોધાયો હતો જે ટ્રાફિક પોલીસે દોડી જઈ ક્લીઅર કરાવ્યો હતો. ઘટનાના પગલે હાઈ-વે મરણચીસો ગુંજી ઉઠી હતી, પરિવારની ઓળખ મેળવવા કાર્યવાહી ચાલી રહી છે. તમામ મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર હિંમતનગર પાસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોને કાળ ભરખી ગયો હતો. અમદાવાદના તમામ લોકો કારમાં સવાર થઇને શામળાજી થી અમદાવાદ તરફ પરત ફરી રહ્યા હતા જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.જો કે આ ઘટનામાં કોની બેદરકારી હતી એ તો તપાસ બાદ સામે આવશે. ઘાયલ વ્યક્તિની સારવાર નજીકની હોસ્પીટલમાં ચાલી રહી છે અને તેની સ્થિતિ પણ ગંભીર ગણાવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech