ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ૧૬ કલાક ૫૦ મિનિટનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું આ કામકાજ દરમિયાન ૬૯ સભ્યોએ વિધાનસભા ગૃહની ચર્ચામાં ભાગ લીધો હતો.તા ૨૧,૨૨,અને૨૩ ઓગસ્ટ સુધીના પંદરમી ગુજરાત વિધાનસભાના પાંચમા સત્ર દરમિયાન સભાગૃહની કુલ–૩ બેઠકો મળી હતી.જેમા કુલ–૧૬ કલાક ૫૦ મિનિટ કામ કર્યુ હતું. સત્ર દરમિયાન કુલ–૬૯ સભ્યઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. સત્ર દરમિયાન કુલ–૯ સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે ગૃહમાં શોકદર્શક ઉલ્લ ેખો કરવામાં આવ્યા હતા.સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્નોની કુલ–૮૩ સૂચનાઓ મળી હતી તેમાંથી ૧૨ સૂચનાઓ દાખલ કરી હતી અને તેમાંથી ૧૧ સૂચનાઓની ગૃહમાં મૌખિક ચર્ચા થઈ હતી. આ સત્ર દરમિયાન કુલ–૮૭ અતારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહના મેજ પર મુકવામાં આવ્યા હતા. સત્ર દરમિયાન કુલ ૫ સરકારી વિધેયકો અને ૧ વૈધાનિક પ્રસ્તાવ ગૃહે પસાર કર્યા હતા. નિયમ–૧૨૦ અન્વયે એક સરકારી સંકલ્પ સભાગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો. જે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો દવારા સતત ત્રીજા કાર્યકાળ માટે દેશના વડાપ્રધાન પદનું સુકાન સંભાળનાર નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપવા અંગેના સરકારી સંકલ્પનો ગૃહ દ્રારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. સત્રના છેલ્લ ા દિવસે સભ્ય અમીત ચાવડાના છેલ્લ ા દિવસના પ્રસ્તાવ પર સભાગૃહે ચર્ચા વિચારણા કરી હતી.
વધુમાં, અધ્યક્ષએ જાહેર હિસાબ સમિતિ ઉપર ખાલી પડેલ બે સભ્યો અને પંચાયતી રાજ સમિતિ ઉપર ખાલી પડેલ એક સભ્યની ચૂંટણી માટેના કાર્યક્રમની સભાગૃહમાં જાહેરાત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech