ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલે લાઇવ ક્લાસરૂમ ટીચિંગ શરૂ કર્યું

  • March 28, 2020 09:57 AM 6683 views

શ્રીમતી નીતા અંબાણીએ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી સાથે વિદ્યાર્થીઓના સંપૂર્ણસંતુલિત વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો

મુંબઈ26 માર્ચ2020ભારતની અગ્રણી ઇન્ટરનેશનલ સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ (ડીએઆઇએસ)એ જાહેરાત કરી હતી કે, સ્કૂલ આજે એના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસીસ શરૂ કર્યા છે. ઓનલાઇન મીટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આયોજિત થયેલા ઓનલાઇન ક્લાસીસમાં વીડિયો પર હાજર શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા તથા એટેન્ડન્સ ઓનલાઇન લેવામાં આવી હતી. પ્લેટફોર્મ તરીકે માઇક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કરનાર સ્કૂલ રિલાયન્સ જિયોએ પ્રદાન કરેલી બેન્ડવિડ્થ અને કનેક્ટિવિટી સાથે વર્ગો ચાલે છે. પ્લેટફોર્મનો ઉપયોગ એકબીજા સાથે જોડાવા અને આયોજન કરવા માટે શિક્ષકો દ્વારા ઉપયોગ થઈ રહ્યું છે. ઉપરાંત સ્કૂલ ઓનલાઇન ક્લાસ હાથ ધરવા વ્હાઇટબોર્ડ પ્લેટફોર્મનો ઉપયોગ પણ કરશે.

આજથી શરૂ થયેલી ઓનલાઇન લાઇવ શિક્ષણ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક દિવસના શીડ્યુલ સાથે શરૂ થયું હતું. સ્કૂલ આગામી 4થી 5 દિવસમાં લાઇન ઓનલાઇન ક્લાસીસ ચાલુ રાખશે. શીડ્યુલ મુજબ આજથી સ્કૂલ ફરી ખુલી ગઈ છે, પણ ઓનલાઇન. 13થી 25 માર્ચનાં બ્રેક પછી નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થઈ ગયું છે.

ઓનલાઇન વર્ગો માટે તૈયાર કરવામાં સ્કૂલે એના ક્લાસરૂમ મટિરિયલને અનુકૂળ ઓનલાઇન શિક્ષણમાં પરિવર્તિત કરી હતી અને છેલ્લાં થોડાં દિવસો દરમિયાન માધ્યમ પર એના શિક્ષકોને તાલીમ પણ આપી હતી. તમામ તૈયારી અને પ્રારંભિક કાર્ય ઓનલાઇન થયું હતું, જેમાં શિક્ષકો તેમના પોતાના ઘરેથી સામેલ થયા હતા.

શાળાના બાળકોને, તેમના માતાપિતાઓને અને દાદાદાદીઓને પોતાના સંદેશમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન (ધીરુભાઈ અંબાણી ઇન્ટરેનશનલ સ્કૂલના સ્થાપક અને ચેરપર્સન) શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, જ્યારે સ્કૂલ માટે આ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત છે, ત્યારે કોવિડ-19 રોગચાળાને કારણે ઊભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. દરેકનું સ્વાસ્થ્ય અને સલામતી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તેમણે જાણકારી આપી હતી કે, 138 દેશોમાં લોકડાઉનને કારણે આંતરરાષ્ટ્રીય બોર્ડની પરીક્ષાઓ રદ કરવાથી આશરે 80 ટકા વિદ્યાર્થીઓ કે એક અબજથી વધારે બાળકોને અસર થઈ હતી અને ડીએઆઇએસ પણ વિદ્યાર્થીઓની સલામતીને લઈને એટલું જ ચિંતિત છે.

તેમણે ઉમેર્યું હતું કે, “આપણા દેશમાં 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન હોવાથી દરેક વ્યક્તિએ અતિ સાવધાન રહેવું અને કાળજી રાખવી મહત્ત્વપૂર્ણ છે. સ્વસ્થ ર હો. સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે શાંત રહો. ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે આપણા બાળકોનાં સંપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. અગાઉ કરતાં અત્યારે આપણા બધા માટે આપણા બાળકોમાં આશા અને ઉત્સાહનો સંચાર કરવો મહત્ત્વપૂર્ણ છે. તેમને અનિશ્ચિતતાનો સામનો કરવા અને મુશ્કેલ સંજોગોમાં કેવી રીતે આગળ વધવું એ શીખવવું જરૂરી છે. જ્યારે આપણું કેમ્પસ બંધ છે, ત્યારે ડીએઆઇએસએ આપણા વર્ચ્યુઅલ સ્કૂલ પ્લેટફોર્મ દ્વારા લાઇવ ટીચિંગ શરૂ કરી દીધું છે, જેથી આપણા બાળકોને ડીએઆઇએસનો અનુભવ મળે અને તેમના ઘરે સલામતીમાં શિક્ષણ પણ મળે.”

તેમણે બાળકોને ખાતરી આપી હતી કે, “મારા પ્રિય બાળકો, અમે બધા તમને સ્કૂલમાં મિસ કરીએ છીએ, પણ તમારી સલામતી, તમારા સ્વાસ્થ્ય અને તમારી સુખાકારીથી વધુ મહત્ત્વપૂર્ણ કશું નથી. યાદ રાખો કે તમારા શિક્ષકો, તમારા મિત્રો અને સંપૂર્ણ ડીએઆઇએસ પરિવાર હંમેશા તમારી સાથે છે. આપણએ આ લડાઈમાં જીતીશું અને આપણે ફરી સારો સમય પરત મેળવીશું.”

સ્કૂલે વર્ગો લેવા ઉપરાંત એ વર્ગોના ઓનલાઇન પેરેન્ટ-ટીચર્સ મીટિંગ (પીટીએમ)નું શીડ્યુલ પણ બનાવ્યું છે, જે બાકી હ તું અથવા કોવિડ સંબંધિત સમસ્યાને કારણે સાવચેતીનાં ભાગરૂપે અગાઉ મોકૂફ રાખવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application