જામ્યુકોનું તંત્ર કોરોના સામે પગલા લેવા તૈયાર: 42 હજાર ઘરોમાં સર્વેક્ષણ

  • March 26, 2020 12:06 PM 33 views

મ્યુ. કમિશ્નર સતિષ પટેલની આગેવાની હેઠળ 1400 કર્મચારીનો સ્ટાફ બે શીફટમાં કામે લાગ્યો 

જામનગર મહાપાલીકાનું તંત્ર કોરના સામે બાથ ભીડવા મકકમ પગલા લઇ રહયુ છે ત્યારે છેલ્લા ચાર દિવસથી જામનગર શહેરમાં મેગા અભિયાન શ કરી દેવામાં આવ્યુ છે એટલુ જ નહીં વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ અન અત્યાર સુધીમાં 42 હજાર ઘરોમાં આરોગ્ય અંગેનું સર્વેક્ષણ પુરુ કરી દેવામાં આવ્યુ છે અને આ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે.
જાણવા મળતી માહિતી મુજબ ડીએમસી વસ્તાણી, ડો. ઋતુજા, ડો. પંચાલ, ડો. પારકર, ડો. એચ.કે.ગોરી, જયેશભાઇ તથા અન્ય ડોકટરોની ટીમે અલગ અલગ વોર્ડમાં જઇને લોકોની પુછપરછ કરી હતી અને જર જણાય ત્યાં શરદી, ઉધરસની દવાનું વિનામુલ્યે વિતરણ કર્યુ હતું, સોલીડ વેસ્ટ શાખાને કડક સુચના આપવામાં આવી છે કે હવે ફીલ્ડમાં રહેવાની જર છે, દરેક વોર્ડમાં જરી સફાઇ અને દવાનો છંટકાવ કરવાનો રહેશે અને બે શીફટમાં કર્મચારીઓને મુકી દેવામાં આવ્યા છે. 
સ્ટે. કમિટીના ચેરમેન સુભાષ જોષીના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં સફાઇને અદ્યતન બનાવવા કડક પગલા લેવામાં આવી રહયા છે અને રસ્તામાં અડચણપ રેકડીઓ અને લાંબા સમયથી પડેલા વાહનો અને રેકડીઓ હટાવી દેવાનું શ કરી દેવામાં આવ્યુ છે, બે દિવસમાં જાહેરમાં પડેલી ચાર મોટરો, આઠ રેકડીઓ, છ ટુ વ્હીલર્સ જપ્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારોમાં 400 ટીમને મોકલીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે, વેપારીઓને પણ પોતાની દુકાન બહાર સર્કલ કરવા જણાવી દેવામાં આવ્યુ છે. આમ આજ સવારથી પણ 1400 કર્મચારીઓની ટીમ સફાઇ, આરોગ્ય ચેકીંગ શ કરી રહી છે. કમિશ્નર સતિષ પટેલનું પગલુ ખુબ જ આવકારદાયક છે.