જામનગર આવેલા સેમ્પલમાં રાજકોટના યુવાનને કોરોના પોઝીટીવ

  • March 26, 2020 12:04 PM 46 views

ગઇકાલે 24 સેમ્પલો ચેક કરાયા જેમાંથી 23 નેગેટીવ નિકળ્યા

જામનગરની જી.જી. હોસ્પીટલની લેબમાં શંકાસ્પદ કોરોના લાગતા હોય તેવા દર્દીઓના સેમ્પલો ચેક કરવા માટે આવે છે, ત્યારે જામનગરમાં ગઇકાલે 24 સેમ્પલો લેબમાં ચેક કરાયા હતા જેમાં રાજકોટના એક 40 વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા ડોકટરોમાં દોડધામ મચી ગઇ હતી.
ગઇકાલે રાજકોટના 15 જામનગર અને ભુજના 2, મોરબી 3, પોરબંદર, અને દ્વારકાના 1-1 સેમ્પલો ચેક કરાયા હતા, રાજકોટમાં યુવાનની માતાને પણ બે દિવસ પહેલા કોરના પોઝીટીવ નીકળ્યો હતો અને તેનુ સેમ્પલ પણ જામનગરની લેબમાં ચેક થયુ હતું. પરંતુ ગઇકાલે ફરીથી એક દર્દીનું સેમ્પલ પોઝીટીવ નીકળતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.