જામનગરમાં દુકાન પાસે ભીડ ભેગી કરનારા ત્રણ વેપારી દંડાયા

  • March 26, 2020 12:04 PM 50 views

જામનગરમાં કોરોના વાયરસના પગલે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, અહીંના સત્યમ કોલોની અને યાદવનગર વિસ્તારમાં દુકાનની બહાર ભીડ ભેગી કરનાર ત્રણ વેપારી પોલીસની ઝપટમાં આવ્યા હતાં અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


જામનગરના સત્યમ કોલોની રોડ ખાતે રહેતા વિપુલ રણછોડ ચોવટીયા એ પોતાની મહાકાળી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખી લોકોની ભીડ ભેગી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો, જ્યારે સત્યમ કોલોનીમાં રહેતા મુકેશ દેવશી કપુરીયા એ પ્રણામી શાકભાજી નામની દુકાન ખુલ્લી રાખી લોકોની ભીડ ભેગી કરી જાહેરનામાનો ભંગ કરતા પકડાઈ ગયો હતો.


આ ઉપરાંત યાદવનગરમાં રહેતા જીતેન્દ્ર નાનાલાલ સીલુ એ પોતાની ગાંધી શોપ નામની સોડાની દુકાન ખુલ્લી રાખી લોકોની ભીડ ભેગી કરી જાહેરનામાનો ભંગ કયર્નિું  સામે આવતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી પકડી પાડ્યો હતો.