ચૈત્ર નવરાત્રિના નવ દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ

  • March 26, 2020 12:03 PM 421 views

છોટીકાશીના માઈ ભકતોએ માઁ જગદંબાને કોરોનારુપી મહિસાસુરને નાથવા કરી પ્રાર્થના

છોટીકાશી જામનગરમાં ગઈકાલે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે માઇભકતો એ જગ જનની માઁ આદ્યશક્તિની ઉપાસનાનો પ્રારંભ કર્યો હતો. સમગ્ર વિશ્ર્વને કોરોનાના મહિષાસુર રૂપી રાક્ષસે ભરડો લીધો છે ત્યારે લોકડાઉનને કારણે શહેરના તમામ મંદિરો બંધ છે ત્યારે શહેરના માઈભક્તો દ્વારા ઘેર બેઠા માઁ દુગર્નિું સ્થાપન કરી પૂજા-અર્ચનાનો પ્રારંભ કર્યો હતો.


સમગ્ર ભારતમાં લોકહીત અને રક્ષા માટે તમામ ધાર્મિક સ્થળોને દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના અનુસંધાને ટીવી ચેનલના માધ્યમથી લોકો ઘટસ્થાપન, આરતી, મહાપૂજા અને શૃંગાર સહિતના લાઈવ દર્શન કયર્િ હતાં, માઈભક્તો દ્વારા નવ દિવસ સુધી ઘરના મંદિરમાં મૂર્તિ સાથે કળશ સ્થાપન કરી ધૂપ-દીપ અને લાઈવ નૈવેદ્ય ધરી વિધિ વિધાનથી માઁ દુગર્નિી આરાધના શરૂ કરી હતી અને આ કપરા સમયમાં દેશના નાગરિકોની રક્ષા કરવાની માઁ દુગર્નિે પ્રાર્થના કરી હતી. આજે અનુષ્ઠાનના બીજા દિવસે માઈભક્તો દ્વારા માઁ દુગર્નિા બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application