જૂનાગઢ તાલુકા પોલીસે સાબલપુર ચોકડી પાસે આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો પાડી ત્યાં રાખેલા બેરલની તપાસ કરવામાં આવી હતી જેમાં બેરલમાં છુપાવેલો .૧૧.૬૮ લાખની કિંમતનો વિદેશી દા સાથે વાણદં સોસાયટીમાં રહેતા ભીમો ઉર્ફે મુન્નો રૈયાને ઝડપી લીધો હતો. દા અંગેની પૂછપરછમાં ગાંધીગ્રામના બુટલેગરનું પણ નામ ખુલતા તેને પણ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. બુટલેગરો દ્રારા દાની હેરાફેરીમાં નીત નવા કીમિયા અજમાવી રહ્યા છે. બુટલેગરોની સતર્કતા પર પોલીસની સધન પેટ્રોલિંગે પાણી ઢોળ કયુ હતું. અને દાની હેરાફેરીનો કીમયો નિષ્ફળ બનાવ્યો હતો. વાણદં સોસાયટીમાં રહેતા ચના રાણા મોરીએ અન્ય રાયમાંથી દાનો જથ્થો મંગાવ્યો હોવાનું અને તે દાનો જથ્થો ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રહેલા બેરલમાં છુપાવ્યો હોવાની અને ત્યાંથી મેળવવા આવેલ હોવાની બાતમીના આધારે તાલુકા પીઆઇ ગગન્યા સહિતની ટીમે સાબલપુર ચોકડીથી ધોરાજી ચોકડી તરફ આવેલા વી આર એલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો પાડો હતો.ગોડાઉનમાં રાખેલ બેરલોની તપાસ કરતા . ૧૧.૬૮ લાખની કિંમતના વિદેશી દાના ૬૬૪૫ ચપટા દાના જથ્થા સાથે બુટલેગર ભીમા ઉર્ફે મુન્નોને ઝડપી લીધો હતો. દા અંગેની પૂછપરછમાં ગાંધીગ્રામના ચના રાણા મોરીની પણ સંડોવણી ખુલી હતી. પોલીસે બંને બુટલેગરો વિદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી હાથ ન આવેલા ગાંધીગ્રામના બુટલેગરને કાર્યવાહી હાથ કરી હતી.