બિહારમાં 65 ટકા અનામતનો કાયદો રદ્દ, પટના હાઈકોર્ટનો નીતિશ સરકારને મોટો ફટકો

  • June 20, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પટના હાઈકોર્ટે ગુરુવારે બિહાર રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. તેમણે અનામત કાયદામાં તાજેતરમાં કરાયેલા સુધારાની બંધારણીય માન્યતાને ફગાવી દીધી છે. સરકારના કાયદાને પડકારતી રિટ પિટિશન મંજૂર કરવામાં આવી છે.


ચીફ જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની ડિવિઝન બેન્ચે 11 માર્ચે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જે ગુરુવારે સંભળાવવામાં આવ્યો હતો.


કાયદો શું હતો


અરજીમાં રાજ્ય સરકાર દ્વારા 21 નવેમ્બર, 2023ના રોજ પસાર કરાયેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. જેમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપવામાં આવી છે. જ્યારે સામાન્ય વર્ગને સરકારી સેવામાં ઉમેદવારો માટે માત્ર 35 ટકા પોસ્ટ્સ આપવામાં આવી છે. જેમાં EWS માટે 10 ટકા અનામતનો પણ સમાવેશ થાય છે.


એડવોકેટ દિનુ કુમારે છેલ્લી સુનાવણીમાં કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે સામાન્ય શ્રેણીમાં EWS માટે 10 ટકા આરક્ષણ રદ કરવું એ ભારતીય બંધારણની કલમ 14 અને કલમ 15(6)(b) ની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે જાતિ સર્વેક્ષણ બાદ અનામતનો આ નિર્ણય સરકારી નોકરીઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વના આધારે નહીં પણ જાતિના પ્રમાણના આધારે લેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News