જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે ૬૫ ઉમેદવારો મેદાને: ‘આપ’ના ૧૧ ઉમેદવારો

  • February 25, 2021 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જેતપુર,સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો માહોલ જામતો જાય છે.એકબીજા ઉમેદવારને ભરી પીવા દરેક પક્ષો અને અપક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.ગત વખતે તાલુકા પંચાયતમાં કોગ્રેસે ૧૫ બેઠકો ઉપર વિજય મેળવી સતા ભાજપ પાસેથી ઝુંટવી લીધી હતી.જયારે ભાજપનાં ફાળે ૪ અને ૧ અપક્ષને બેઠક મળી હોય છતાં ભાજપે સતાનું સુકાન સંભાળવા જાદુ ચલાવતાં ભાજપનાં વાવાઝોડામાં કોગ્રેસનાં સદસ્યો ભળી જતાં સતા ભાજપ નાં ફાળે આવી ગયેલ છતાં નવી ચૂંટણી આવતાં નો-રીપીટની પોલીસી મોવડી મંડળમાંથી પસાર થયેલ હોય ભાજપે ૨૦ બેઠકોમાંથી એક માત્ર દેરડીની બેઠક પરનાં ધારાબેન સુરેશકુમાર કયાડાને રીપીટ કયો,સામાપક્ષે એક પણ બેઠક ઉપર રીપીટ કરેલ નથી. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ પેસારો કરવા તાલુકા પંચાયતની ૧૧ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ટીકીટ આપી છે.


કોગ્રેસે પણ નવા જ ઉમેદવારોને તક આપી છે જો કે ૨૦માંથી ૧ બેઠક પીઠડીયામાં એનસીપીએ ટીકીટ આપી નથી.તાલુકા પંચાયત ની સતા મેળવવા તમામ પ્રયત્નો શરૂ કરી દીધેલ છે, તો આમ આદમી પાર્ટીએ પણ પગપેસારો કરતાં ૧૧ બેઠકો ઉપર મુરતીયાઓને ટીકીટ ફાળવી છે.સાથે સાથે અપક્ષો પણ મેદાનમાં હોય કોણ બાજી મારશે? કોની બહુમતીથી સરકાર રચાશે કે ટેકાવાળી રહેશે ? તે જોવું રહ્યું.તાલુકા પંચાયતની ૨૦ સીટોમાં અમરનગરમાં ૨, આરબ ટીબડી-૬,બોરડી સમઢીયાળા-૩,  ચાપરાજપુર-૩, ચારણીયા-૫,દેવકી ગાલોળ-૩, જેતલસર ગામ-૩,જેતલસર જંકશન-૨,કેરાળી-૩,મેવાસા-૪,મોટા ગુદાળા-૫,પાંચ પીપળા-૪,પેઢલા-૩,પીઠડીયા-૨,ખીરસરા-૪,ઉમરાળી-૬, વિરપુર (૨)-૨,વાડાસડા-૩,થાણાગાલોળ-૩ ઉમેદવારો મેદાનમાં છે. આગામી તા.૨૮-૨ રવિવારનાં રોજ મતદાન થશે. જોવાનું એ રહ્યું કે કોણ મતદારોને રીઝવી પોતાનાં તરફ ખેંચી મતદાન કરાવી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS