જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘની 64 મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

  • August 24, 2024 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોના મેયર, ચેરમેન, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઇ લાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા


શ્રી જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લી. હાપાની ૬૪મી વાર્ષિક સાધારણ સભા તા-૧૮/૦૮/૨૦૨૩ ને રવિવારના રોજ હોટલ આરામ ખાતે સંઘના ચેરમેન ધીરજલાલ આર.કારીયા ના અધ્યક્ષ સ્થાને યોજાય હતી.


આ સભાના અધ્યક્ષ અને સંઘના ચેરમેન ધીરજલાલ આર.કારીયાએ આમંત્રિત મહેમાનવીઓ નું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ ત્યાર બાદ મીટીંગ નું કામકાજ શરૂ થયેલ હતું. આ તકે સંઘના ચેરમેનએ પ્રવચનમાં જણાવેલ કે અમારા ઉદ્યોગમગર પંચના દરેક સભ્યો હાઉસ ટેક્સ રેગ્યુલર ભરે છે. તો મ્યુનિસિપલ દ્વારા મળની તમામ સુવિધાઓ અમોને નિયમ મુજબ મળવી જોઈએ.


આ પ્રસંગે આમંત્રિત મહેમાનો મેયર વિનોદભાઈ ખીમસુરીયા. સ્ટે. કમિટીના ચેરમેન નીલેશભાઇ કગથરા, જામનગર ડ્રીસટીક કો.ઓ.બેન્કના ચેરમેન જીતેન્દ્રભાઈ એચ.લાલ (જીતુ લાલ) વોર્ડ નંબર-૨.ના કોપોરેટર  જયેન્દ્રસિંહ ઝાલા વોર્ડ નંબર-૩, ના કોર્પોરેટર સુભાષભાઈ જોષી તેઓનું હાજર રહ્યા હતા, સંઘના હોદેદારોઓએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ હતું.


આ તકે સંઘના વા.ચેરમેન પી.એન.આર.વિજયન, માનદ મંત્રી મનસુખભાઈ કે.આકોલા, ખજાનચી  જતીનભાઈ જે.મેહતા, કારોબારી સભ્યો  જયરામભાઈ ગણાત્રા, અરવિંદભાઈ એન.મેહતા, મનસુરઅલી તાહેરઅલી, તથા સંઘના હાજર રહેલ સર્વે સભ્યોનું શબ્દોથી સ્વાગત કરેલ હતું. ત્યારબાદ સંઘમાં વર્ષ દરમિયાન અનેક સુવિધાઓની વિગતવાર માહિતી રજુ કરેલ હતી અને હાપા ઉધોગનગર સંઘ ઉતરોઉતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવેલ હતી.


સ્વાગત પ્રવચન બાદ સંસ્થાના માનદ મંત્રી  દ્વારા એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત હાજર રહેલ સભાસદો તરફથી પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ ચેરમેન તથા વા.ચેરમેન  દ્વારા સંતોષ કારક રીતે જવાબ આપેલ હતા. ત્યાર બાદ સંસ્થાના ખજાનચી દ્વારા સંઘના વાર્ષિક હિશાબોના વિગતવાર જવાબો આપેલ હતા.


જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ હતું કે, સંસ્થાના જે પ્રશ્નો છે, મીઠા પાણીની લાઈન/સ્ટ્રીટલાઈટ/ભૂગર્ભ ગટર જેવી તમામ સુવિધાઓ વિધિત સમયમાં જામનગર મહાનગર પાલિકા દ્વારા આપવાનું ચાલુ થશે.


અંતમાં સંઘના માનદમંત્રી મનસુખભાઈ કે. આકોલાએ ઉપસ્થિત સભ્યોનો હાજરી આપવા બદલ આભાર માન્યો હતો. આ સભાનું સંચાલન સંઘના મેનેજર  ધીરજભાઈ નકુમ દ્વારા કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News