રાજકોટ શહેરમાં બુકીઓ ધનાઢય પરિવારના સંતાનોને ફસાવીને ઓનલાઇન જુગારના રવાડે ચડાવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પેડક રોડ પર રહેતા અને આર્યનગર શેરી નં.14માં ખોડીયાર સિલ્વર નામે ચાંદીકામનું કામકાજ ધરાવતા કારખાનેદાર પુત્ર પ્રિન્સ મનોજભાઇ ઠુંમરને બુકી ત્રિપુટીએ ઓનલાઇન જુગારના રવાડે ચડાવી પાંચ માસ દરમિયાન 1.37 કરોડની હાર-જીત કરાવી 71 લાખ પિયા યુવકને ધમકી આપી પડાવી લઇ વધુ 64.50 લાખ પિયા પડાવવા માટે કારખાનેદાર યુવકના પિતા મનોજભાઇને કારખાને જઇ તેમજ પોતાની ઓફિસે બોલાવી માથા પર રિવોલ્વર ટેકવી નાણા તો આપવા જ પડશે નહીં તો જાનથી મારી નાખશું કહી ધમકી આપ્નાર બુકી ત્રિપુટી વિધ્ધ ગુનો નોંધાયો છે. ક્રાઇમબ્રાંચે ત્રણેય શખસો ઉત્તમ અશોકભાઇ વિરડિયા, સ્મિત કિશોરભાઇ સખિયા અને રવિ રમેશભાઇ વેકરિયાને સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે.
બનાવ સંદર્ભે ફરિયાદની પ્રાપ્ત વિગતો મુજબ 24 વર્ષીય પ્રિન્સ મનોજભાઇ ઠુંમર દોઢેક વર્ષ પહેલા આરોપી ઉત્તમ અશોકભાઇ વિરડિયાની અમીન માર્ગ ઉપર આવેલી મોબાઇલ ફોનની દુકાની મિત્ર નેવિક બાસીડા સાથે ફોન લેવા ગયો હતો. થોડા દિવસ બાદ ફોનમાં પ્રોબલેમ થતાં રિપેર કરવા માટે આપ્યો હતો. એ ફોન પરત લેવા જતાં ઉત્તમે પાર્થને ધનાઢય મુરગો હોવાથી જાળમાં ફસાવ્યો હતો. પ્રિન્સને મોબાઇલ ફોનમાં ઓનલાઇન ગેમની આઇડી આપી પાંચ લાખનું બેલેન્સ પણ નાખી આપ્યું હતું. જે પાંચ લાખ પ્રિન્સ ગેમમાં હારી ગયો હતો અને પિતાના કારખાનાના હિસાબમાંથી કાઢીને તેમને આપ્યા હતાં. ત્યારબાદ ફરી ઉત્તમે બીજી આઇડી આપી હતી અને ચાર-પાંચ દિવસ દરમિયાન પ્રિન્સ આઇડીમાં 1 કરોડ 37 લાખની હારજીત થઇ હતી. જેમાં ઉત્તમને 71.50 લાખ ચૂકવ્યા હતાં. 47 લાખ રોકડા અને બીજી રકમ કુરિયર તેમજ ઓનલાઇન આપી હતી.
જયારે 36 લાખ જેવી રકમ પ્રિન્સ જીત્યો હતો જે હિસાબમાં વળાવતા 29.50 લાખ પિયા ચુકવવાના બાકી હતાં. પ્રિન્સે હવે પોતાને રમવું નથી તેવી વાત કહી પરંતુ ઉત્તમે રમવાનું ચાલુ રાખ જીતેશ કહીને પ્રિન્સને જાળમાંથી છટકવા દીધો ન હતો. એ દરમિયાન ઉત્તમ વધુ રકમ હાર્યો હતો. કટકે કટકે રકમ ચુકવતો હતો, પ્રિન્સ પાસે ઉત્તમે 64.50 હજારની ઉઘરાણી કાઢી હતી, પ્રિન્સે હવે પોતાની પાસે પિયા છે નહીં તેવું કહેતા ધાકધમકી આપી હતી અને કહ્યું કે હું હવે રવિ વેકરિયાને તારા કારખાને લઇને આવું છું. ડરી ગયેલા પ્રિન્સે સમગ્ર વાત પોતાના પિતાને કરી હતી. જેથી પ્રિન્સના પિતા મનોજભાઇએ ગત 25-1ના રોજ કારખાને મામા અને અન્ય વ્યક્તિઓએ મળીને ઉત્તમ તથા રવિ સાથે બેઠક કરી હતી. ઉત્તમે કહ્યું કે, હવે આ પિયા તમારે રવિ વેકરિયા અને સ્મિત સખિયાને આપવાના છે. જેથી મનોજભાઇએ મારા પુત્રએ તમારા સાથે વ્યવહાર કર્યો છે તેવું કહેતા રવિએ કહ્યું કે ભલે મારી સાથે વહીવટ ન થયો હોય પરંતુ હવે હવાલો મે લીધો છે. અમે જેના હવાલા લઇએ તેણે પિયા આપવા પડે. ત્રણ દિવસનો સમય આપુ છું. અમારી ઓફિસ મોકાજી સર્કલ પાસે સાસ્વત કોમ્પલેક્ષમાં ચોથા માળે આવેલી છે ત્યાં પિયા લઇને આવી જજો કહીને ધમકી આપીને જતા રહ્યા હતાં.
બે દિવસ બાદ પિતા-પુત્ર બન્ને ઓફિસે જતાં ત્યાં રવિ વેકરિયા અને સ્મિત સખિયા બન્ને હાજર હતાં, સ્મિત સખિયાએ તેની લાયસન્સવાળી રિવોલ્વર કાઢી પ્રિન્સના માથા પર ટેકવી દીધી હતી અને ધમકી આપી કે પિયા નહીં આપો તો આટલી વાર લાગશે. ડરી ગયેલા પ્રિન્સના પિતાએ ત્રણ-ચાર દિવસનો સમય માગ્યો હતો અને સમગ્ર વાત પોતાના સમાજના રાજકીય અગ્રણી અરવિંદ રૈયાણીને કરી હતી ત્યારબાદ ગત તા.9-4ના રોજ આ ત્રણેય આરોપીઓ વિધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. અરજી આપ્યા બાદ એક મહિના પછી તા.12-5ના રોજ ફરી માથાકૂટ થઇ હતી અને આરોપીઓએ ધમકી આપી હતી. અંતે ગઇકાલે ક્રાઇમબ્રાંચમાં ત્રિપુટી વિધ્ધ ગુનો નોંધાયો હતો અને પીઆઇ એમ.આર.ગોંડલિયા અને ટીમે 40 ફુટ રોડ પર, પ્રણાલી પાર્ક શેરી નં.2માં રહેતા ઉત્તમ અશોકભાઇ વિરડિયા, મવડી મેઇન રોડ ન્યુ માયાણીનગર શેરી નં.2માં રહેતા સ્મિત કિશોરભાઇ સખિયા, સરદારનગર-2માં રહેતા રવિ રમેશભાઇ વેકરિયાને સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech