જામનગરમાં ગઇકાલે 6369 લોકોએ મુકાવી વેકસીન

  • May 27, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

18 થી 44 વર્ષના 5540 લોકોને અપાયું વેકસીન : 45 થી ઉપરની વયના લોકોનું વેકસીન વધારવુ જરી : આજે પણ 6 હજારથી વધુ લોકોને વેકસીન અપાશે

રાજય સરકારે 18 થી 44 વર્ષના લોકોને વેકસીન આપવાનો કવોટા વધારી દેતા જામનગરમાં હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી ઘટી ગઇ છે, એક કેન્દ્ર ઉપર 200 લોકોને વેકસીન આપવા નિર્ણય કર્યો છે, ગઇકાલે 5540 લોકોને વેકસીન અપાઇ હતી, પરંતુ 45 થી ઉપરની વયના લોકોને વેકસીન વધારવાની જર છે આજે પણ શહેરમાં 30 સ્થળોએ 18 થી 44 વર્ષના લોકો માટે વેકસીન આપવાની કામગીરી શ કરી દેવામાં આવી છે.

ગઇકાલે 5540 લોકોને વેકસીન આપવામાં આવી હતી, અત્યાર સુધીમાં 18 થી 44 વર્ષના કુલ 43750 લોકોને વેકસીન આપવામાં આવી હતી, જયારે 45 થી વધુ વયના 829 લોકોને વેકસીન આપવામાં આવી હતી, જો કે આ ગાળો વધારવાની જર છે, 45 થી વધુ વયના 100025 લોકો વેકસીન લઇ ચુકયા છે, ગઇકાલે કુલ 6369 લોકોને વેકસીન આપવામાં આવી હતી, અત્યાર સુધીમાં બંને ડોઝ થઇને 45 વર્ષથી ઉપરના 146114 લોકોને વેકસીન આપવામાં આવી છે.

જામનગરમાં મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ ડો. ઋતુજા, ડો. ગોરી, ડો. દિલીપ પંચાલ સહિતના ડોકટરો વેકસીનની કામગીરીમાં લાગી ગયા છે, જામનગરમાં આજ સવારથી વેકસીન આપવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે જો કે હવે રાહતની વાત એ છે કે 18 થી 44 વર્ષના લોકોને રજીસ્ટ્રેશન થઇ ગયુ હોવા છતા પણ સ્લોટ મળતો ન હતો તે હવે મળવા લાગ્યો છે, સાંજે 5 વાગ્યાથી 5-05 મિનીટમાં નેટ ઉપર રજીસ્ટ્રેશન કરાતા તરત જ ઓટીપી આવે છે અને એ ઓટીપી એન્ટર કરતા તમારે કયારે વેકસીન લેવાની છે અને કયા સ્થળે જવાનું છે તેની માહિતી આપી દેવામાં આવે છે, અગાઉ જામનગરના મેયર બીનાબેન કોઠારીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને શહેર માટે વધુ વેકસીનનો જથ્થો ફાળવવા પત્ર પણ લખ્યો હતો અત્યારે ખુદ મેયર વેકસીનેશનની કામગીરી અંગે વોચ રાખી રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS