BREAKING NEWS

રાજકોટ જિલ્લા તાલુકા પંચાયત, મનપા માટેના ૬૦૭ ઇ.વી.એમ.નું કમિશનિંગ પૂર્ણ

  • April 21, 2026 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતની ૬ બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૨૧ બેઠકોના ઇવીએમ કમીશનીંગની કામગીરી પૂર્ણ થઈ છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૭, ૮ અને ૯ વોર્ડ માટે ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. ત્યારે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ૬૦૭ ઇવીએમને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ મમાં મૂકવામાં આવ્યા છે. આ તકે જિલ્લા કલેકટર અને અધિક કલેકટરે સ્થળ મુલાકાત કરી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કયુ હતું.  ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણી અન્વયે રાજકોટ જિલ્લા તાલુકા અને મહાનગર પાલિકા માટેના ઇવીએમની કમિશનિંગ પ્રક્રિયા ચાલી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની ૬ બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૨૧ બેઠકોના ઇવીએમ કમીશનીંગની કામગીરી સરકારી પોલીટેકનીક કોલેજ રાજકોટ ખાતે હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ ૩૯૭ ઇવીએમ મશીન–રીઝર્વ મશીનનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી સુશીલ પરમાર તથા મદદનીશ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કામગીરીમાં ૧૦૦ જેટલા અધિકારીકર્મચારીઓ જોડાયા હતા. એ સિવાય રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૭, ૮ અને ૯ માટે ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટના વિરાણી સ્કૂલ કેમ્પસમાં ૧૮ ટેબલમાં ૯૦ કર્મચારીઓના સ્ટાફ સાથે ૧૭૧ બૂથ અને ૨૦ ટકા રીઝર્વ મશીનોનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. કમિશનિંગ દરમિયાન ઈવીએમ મશીનમાં બેલેટ પેપર સેટ કરવા અને મશીનોનું સીલિંગ કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. વોર્ડ નંબર ૭ માં ૬૦ બેલેટ યુનિટ અને ૬૦ કંટ્રોલ યુનિટ, વોર્ડ નંબર ૮ માં ૭૦ બેલેટ યુનિટ અને ૭૦ કંટ્રોલ યુનિટ તેમજ વોર્ડ નંબર ૯ માં ૮૦ બેલેટ યુનિટ અને ૮૦ કંટ્રોલ યુનિટનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મશીનોને ફરી સ્ટ્રોંગ મમાં રાખવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશે સમગ્ર કામગીરીનું ઝીણવટભયુ નિરીક્ષણ કરી જરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે અધિક જિલ્લ ા ચૂંટણી અધિકારી એન.કે. મુછાર, આ ત્રણેય વોર્ડના ચૂંટણી અધિકારી અજય ઝાપડા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News