રાજકોટમાંથી ૬૦૦ કરોડનું બોગસ બિલિંગ ઝડપાયું: ૩ની ધરપકડ

  • July 28, 2021 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીજીજીઆઈ રાજકોટ ઝોન દ્રારા ૧૩ જૂલાઈ આસપાસ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૬૦૦ કરોડ રૂપિયાનું બોગસ બિલીંગ ઝડપાયું છે. જેમાં અંદાજે ૧૦૦ કરોડ પિયાની ટેકસ ચોરી પકડાય તેવી શકયતા છે. તો આ મામલે ૩ પેઢીના માલિકોની ધરપકડ કરવામાં આવી છે.

 

 

ભાવનગરનું બોગસ બિલીંગ હજુ તાજુ છે ત્યાં રાજકોટમાં પણ ૬૦૦ કરોડ કરતાં વધુનું બોગસ બિલીંગ ઝડપાયું છે. બાતમીના આધારે ૧૩ જૂલાઈથી ડીજીજીઆઈ રાજકોટ દ્રારા જુદી જુદી ૨૫ પેઢીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને પગલે અત્યાર સુધીમાં પિયા ૬૦૦ કરોડનું બોગસ બિલીંગ ઝડપાયું છે. જેમાંથી અંદાજે ૧૦૦ કરડોથી વધુની કરચોરી પકડાય તેવી સંભાવના અધિકારીક સૂત્રોએ વ્યકત કરી છે.

 


સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ આઈ ખોડીયાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું હતું. જેમના દ્રારા ટૂંકા ગાળામાં વેપાર કરી બિલો જનરેટ કરવામાં આવતાં હતાં. જેની તપાસ કરતાં તેમના દ્રારા કોઈ વેપાર નહીં પરંતુ માત્ર બિલો જ જનરેટ થતાં હોવાનું સામે આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં ૨૫ કરોડથી વધુના બિલ ઈશ્યુ થયાનું બહાર આવતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. અગાઉ જેપી એન્ટરપ્રાઈઝ તથા વિનાયક ટ્રેડીંગમાં પણ આવું કૌભાંડ ઝડપાયું હતું. જે સહિત જૂલાઈ માસમાં જ બોગસ બિલીંગ મામલે ડીડીજીઆઈ રાજકોટ દ્રારા ૩ પેઢીના માલિકની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ આ મામલે તપાસ ચાલુ છે પરિણામે આ આંકડામાં હજુ પણ વધારો થાય તેવી શકયતા છે.

 

 

પોતાના ઓળખપત્ર સહિતના દસ્તાવેજો અન્યને આપતાં પહેલાં ચકાસણી કરવી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન હાથ લાગેલા અનેક ઓળખપત્ર સહિતના દસ્તાવેજોની ચકાસણીમાં એવી વાત સામે આવી છે કે તેમને આ કેસો સાથે કોઈ કનેકશન જ નથી. જેથી ઓળખપત્ર સહિતના દસ્તાવેજો કોઈને આપતાં પહેલાં તેનો ગેરઉપયોગ ન જાય તે માટે સાવચેત રહેવું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS