સ્માર્ટફોનનો અતિરેક યુવાનો માટે આ બીમારીનું કારણ, 60 ટકા યુવાનો પ્રભાવિત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હાલના યુગમાં જવલ્લે જ  કોઈ એવી વ્યક્તિ જોવા મળે છે કે જેઓ મોબાઈલ નો વપરાશ ન કરતી હોય બાળક હોય કે મોટા કે પછી યુવાન દરેક વ્યક્તિને મોબાઈલ પસંદ છે અને તેના પર તેઓ સતત મનોરંજન મેળવી રહ્યા છે. આવા સમયે એવું કહેવું પણ ખોટું નથી કે લોકો પોતાના કામ માટે કે મનોરંજન માટે મોબાઈલ પર આધારિત થઈ ગયા છે, ભલે ફોનના માધ્યમથી કલાકનું કામ મિનિટમાં થઈ રહ્યું હોય પરંતુ તે મનોરંજન પણ પીરસે છે, અને લોકો જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. મોબાઈલનો જરૂરિયાત કરતાં વધારે વપરાશ કરવાથી તમને નોમોફોબિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે.

 

નોમોફોબિયા શું છે ?

 

આ એક પ્રકારનો ફોબિયા છે જેમાં વ્યક્તિ તેની સાથે વાત કેવી રીતે કરી રહ્યા છે કે ફોન ખોવાઈ જાય તો તેના વિના તેઓ રહી ન શકે. લોકો ટોયલેટ પણ જાય છે તો મોબાઈલ ફોન સાથે લઈને જાય છે અને દિવસના સરેરાશ ૩૦થી વધુ વખત પોતાનો ફોન ચેક કરે છે એટલું જ નહીં ફોનની બેટરી ઉતરવા આવી હોય તો પણ ચાર્જર લગાવીને પણ ઉપયોગ ચાલુ જ રાખે છે.

 

60 ટકા યુવાનો તેનો શિકાર છે

 

એક સંશોધન પ્રમાણે ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરમાં લગભગ 60 ટકા ભારતીય યુવાનો આ ફોબિયા થી ગ્રસિત છે, જેમાં 10 માંથી ત્રણ વ્યક્તિ સતત એકસાથે એકથી વધારે ઉપકરણોનો ઉપયોગ કરે છે. દિવસનો ૯૦ ટકા ભાગ તે પોતાના ઉપકરણો સાથે વિતાવે છે. સંશોધનના તારણ પ્રમાણે 50 ટકા લોકો મોબાઇલ ઉપયોગ કર્યા બાદ પછી કોમ્પ્યુટર પર કામ શરૂ કરી દેતા હોય છે ભારતમાં આ રીતે સ્ક્રીન પર કામ કરવું સામાન્ય થઈ ગયું છે. પરંતુ લાંબા સમય સુધી તેનો વપરાશ કરવાથી ગરદનનો દુખાવો, આંખમાં સૂકાપણું, કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ તેમજ અનિદ્રાનું કારણ બની શકે છે.


સમય પહેલા વૃદ્ધત્વ આવે છે

 

સંશોધન પ્રમાણે લાંબા સમય સુધી મોબાઈલ ના સંપર્ક માં રહેવાના કારણે સ્કિન પીગમેન્ટેશન તેમજ ત્વચા પર લાલ ચકામા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંથી નીકળતા પારજાંબલી કિરણોના કારણે ત્વચા પર અસર પડે છે, જેના કારણે ત્વચા પર કરચલી પણ પડે છે. જેથી ઉંમર કરતાં વહેલાં વૃદ્ધત્વ આવે છે. આ જ પ્રકારે આંખોને પણ નુક્સાનદાયક છે તેમજ તેના વધારે પડતો ઉપયોગ કરવાથી આંખોની આસપાસ કાળા કુંડાળા, ત્વચા પર કાળા ધાબા, દાંત તેમજ કરચલીઓ ઉપસી આવે છે.

 

આંખોમાં ખંજવાળ કે બળતરા થવી

 

ત્વચા સાથે તમારી આંખો પણ આ લાઈટ નો ખરાબ અસર પડે છે, કલાકો સુધી સ્ક્રીન પર નજર રાખવાના કારણે આંખોની દ્રષ્ટિ ઉંમર કરતાં પહેલા ઓછી થઈ જાય છે. નાનપણમાં ચશ્મા આવી જવાનું મોટું કારણ  મોબાઈલનો વધારે પડતો ઉપયોગ છે. સાથે જ તેના દ્વારા આંખોની નીચે કાળા કુંડાળા પડવા લાગે છે અને આંખો થાકી જાય છે, આખો આસપાસ સોજો આવવાથી આંખમાં ખંજવાળ આવે છે તેમ જ બળતરા થાય છે.

 

ડિપ્રેશન માટે જવાબદાર

 

આજકાલ લોકોને મોબાઇલની એટલી બધી લાગી ચૂકી છે કે કલાકો સુધી તેનો વપરાશ કરે છે જેના કારણે તેઓની ઊંઘ પૂર્ણ થતી નથી અને દિવસભર તેઓ થાકેલા રહે છે જેથી સ્વભાવમાં ચીડિયાપણું અને એકાકીપણું આવવા લાગે છે જે લોકોને તનાવ તરફ લઈ જાય છે.


વિવેકપૂર્વક ઉપયોગ જરૂરી

 

સ્માર્ટ ફોનના સેટિંગમાં જઇને નોટિફિકેશન બંધ કરી દો, જેથી  તમારું ધ્યાન ફોનના નોટિફિકેશન ના અવાજ તરફ નહિ જશે.

 

દિવસ ના કેટલા કલાક પોતાનો ડેટા બંધ રાખો એટલે કે ઇન્ટરનેટ બંધ કરી દેવું. જેથી વારેવારે તમે ફોન નહીં જુઓ અને બેટરીની પણ બચત થશે.

 

પોતાના ફોનને ચેક કરવાનો સમય નિશ્ચિત કરો અને એ દરમિયાન તમે પોતાના તમામ અપડેટ્સ જાણી લો.

 

સવારે ઉઠીને તરત જ ફોનથી કેટલાક કલાકો થી દૂર રહેવું જોઈએ રાત્રે સૂતી વખતે અમુક કલાકો પહેલા ફોનનો વપરાશ ટાળવો જોઈએ.

 

ઘણા બધા લોકો સુતા પહેલા ફોનનો વધારે પડતો વપરાશ કરે છે અને રાત્રે ઉપયોગ કરવામાં આવે તો ત્વચાને વધારે પડતું નુકસાન થાય છે, આ માટે સુતા પહેલા ફોનનો વપરાશ ન કરવામાં આવે તે જ શ્રેષ્ઠ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS