એપ્રિલના પ્રારંભે શુક્રવારે 60નવા કેસ : કુલ કેસ 7031 થયા

  • April 03, 2021 07:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં નોંધાયેલા કુલ 7,031 કેસો પૈકી 428 દર્દીઓ હાલ સારવાર હેઠળ
4ર8 દર્દીઓ સારવાર હેઠળ : મૃત્યુઆંક 71 : કો-મોરબીડ ડેથનો કોઇ ઉલ્લેખ નહિં

 


ભાવનગરમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. બીજા તબક્કામાં સૌથી વધુ કેસ ગઇકાલે નોંધાયા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં 60 કેસ નોંધાયા બાદ છ મહીના પછી ફરી એકવાર રોજીંદા કેસનો આંકડો શુક્રવારે 60 થયો હતો. ભાવનગર જિલ્લામા આજરોજ 60 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,031 થઇ છે.

 


શુક્રવારે ભાવનગર શહેરી વિસ્તારમાં 29 પુરૂષ અને 14 સ્ત્રી મળી કુલ 43 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા જ્યારે તાલુકાઓમાં સિહોરમાં 1, પાલીતાણામાં 1, ઉમરાળાના વાંગધ્રા ગામે  1, સિહોર તાલુકાનાં સણોસરા ગામેે 3, ઠળિયામાં 1, રામધરીમાં  1, રાજપરા ગામેે 1, મહુવા ખાતે 1, ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામે 1, કોબડી ગામે 1,  લંગાળા ગામે 2, નાની રાજસ્થળી ગામે 1, સથરા ગામે 1 તેમજ  રંઘોળા ગામે 1 કેસ મળી કુલ 17 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 18 અને તાલુકાઓમાં 8 કેસ મળી કુલ 26 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 7,031 કેસ પૈકી હાલ 428 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 71 દર્દીઓનુ અવસાન થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS