સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે. રાત્રિ દરમિયાન અપહરણ બાદ આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. હાલમાં બાળકીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને લઇ કતારગામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં છ વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી. રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને ઊંચકીને લઈ ગયો હતો. તેણે પહેલાં બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાસ્થળ ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર જ દૂર હતું, જ્યાં હેવાને માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તે બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી.
15 માર્ચની સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોકમાં પડી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યુ કે, ‘કોઈ કાકા મને લઈ ગયા હતા...’ બાદમાં માતા-પિતા તરત જ બાળકીને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતાં, જ્યાં તબીબોએ બાળકીની હાલત જોઈને પોલીસને જાણ કરી હતી.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે, 14 માર્ચની મોડીરાતથી 15 માર્ચની વચ્ચે પાંચથી છ વર્ષની બાળકી સાથે અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્ચ અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે. બાળકીએ આરોપીને અડધી રાતે જોયો હતો અને તેને યાદ છે તે પ્રકારે આરોપીના ચહેરાનું પ્રાથમિક વર્ણન કર્યું છે.
બાળકી ફુટપાથ પર ઈવી ચાર્જિંગ સ્ટેશન પાસે માતા અને ભાઈ-બહેનો સાથે સૂતી હતી, ત્યારે આરોપીને તેને ઉઠાવી ગયો હતો. આરોપી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને પરત તેજ જગ્યાએ મૂકી ગયાનું તેની માતાએ જણાવ્યું હતું. બાળકીની હાલત હાલમાં સામાન્ય છે અને તે વાતચીત પણ કરી રહી છે. પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech