ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ સ્કૂલ જવા રહો તૈયાર... આ તારીખથી શરુ થઈ શકે છે વર્ગો 

  • February 13, 2021 07:15 PM 25305 views

રાજ્યમાં માર્ચ મહિનાથી બંધ શાળા અને કોલેજો હવે તબક્કાવાર શરુ થઈ રહી છે. અગાઉ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરુ કરવાની છૂટ આપ્યા બાદ હવે સરકાર ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા શરુ કરવા વિચારી રહી છે. આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર સરકાર ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ 15 ફેબ્રુઆરીથી શરુ થઈ શકે છે. 
 

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 6થી 8 ના વર્ગો પૂર્વવત કરવા માટે શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ મામલે સરકાર હવે નિર્ણય લેશે, સૂત્રોના જણાવ્યાનુસાર સરકાર 15 ફેબ્રુઆરી અથવા તો 22 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરુ કરવાની જાહેરાત કરી શકે છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application