કાલાવડમાં તિનપતીની મોજ માણતા ૬ ખેલંદા ગીરફતાર

  • November 30, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરમાં એક વર્લીબાઝ ઝબ્બે : ચારના નામ ખુલ્યા

કાલાવડના કૈલાશનગર સામે નદીના કાંઠે તિનપતીનો જુગાર રમતા છ શખ્સોને રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા, જયારે લાલપુરમાં વર્લી મટકાનો જુગાર રમતા એકને પકડી લેવાયો હતો અને ચારના નામ ખુલ્યા હતા.
કાલાવડના કૈલાશનગર સામે નદીના કાંઠે કેટલાક શખ્સો તિનપતીની મોજ માણતા હોય જે અંગેની હકીકત આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા કૈલાશનગર વિસ્તારના હરસુખ ભીમજી સાગઠીયા, કુંભનાથપરાના હુશેન ઇબ્રાહીમ નકાણી, બાબુ ગોબર સાગઠીયા, હમીર ડાયા સાગઠીયા, મનુ જેસા બાબરીયા અને યુસુફ તૈયબઅલી સાદીકોટને રોકડ ૨૧૫૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
અન્ય દરોડામાં લાલપુરના દરબારગઢ પાસે આવેલ દરજી શેરીમાં રહેતા અતુલકુમાર કાંતીલાલ માખેચા નામના શખ્સને ટાઉન વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૭૨૦, એક મોબાઇલ અને આંકડા લખેલી કાપલી સાથે સ્થાનીક પોલીસે પકડી લીધો હતો.
તપાસ દરમ્યાન કાંતીલાલ કાનજી નાંઢા, ગોવિંદ મુરુ ચાવડા, મેણંદ કારા કંટારીયા અને પુંજા લખુ આઇડી રહે. બધા લાલપુરના નામ ખુલ્યા હતા. જેની તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application