જામનગરમાં મ્યુકરમાઇકોશિશના નવા ૮ દર્દી દાખલ: છ દર્દીઓ પર મેજર સર્જરી: કુલ ૧૩૯ દર્દીઓ સારવાર હેઠળ

  • June 04, 2021 01:28 PM 

મ્યુકરમાઇકોશિશ વોર્ડમાં ૮૬ વર્ષના વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયા પછી મૃત્યુનું કારણ કોવિડ અને ડાયાબિટીસનું જાહેર થયું

જામનગરની સરકારી જી જી હોસ્પિટલમાં મ્યુકોરમાઈશિશ ના કેસ દિન-પ્રતિદિન વધતા જાય છે, અને વધુ આઠ દર્દીઓ સામે આવતાં તેઓને જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ૧૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ વધુ છ મેજર સર્જરી કરવામાં આવી હતી. ગઈકાલે ૮૬ વર્ષના વયોવૃદ્ધ મહિલાનું મ્યુકોર્માઇકોસિસ વઓર્ડમાં મૃત્યુ નીપજયું હતું. જેના મૃત્યુનું કારણ કોરોના તેમજ ડાયાબિટીસની બીમારી હોવાનું જાહેર થયું છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં મ્યુકરમાઇકોશિશ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ આઠ દર્દીઓનો ઉમેરો થયો છે. અને હાલ ૧૩૯ દર્દી બ્લેક ફંગસ ની બીમારી ની સારવાર મેળવી રહ્યા છે.

ગઈકાલે ઉપરોક્ત દર્દીઓ પૈકી છ દર્દીઓ પર મેજર સર્જરી કરવામાં આવી હતી. જોકે કોઈ દર્દીની આંખ કાઢવી પડી નથી. ઉપરાંત મ્યુકોર્માકોશિશના વોર્ડમાં દાખલ રહેલા ૮૬ વર્ષના એક વૃદ્ધ મહિલાનું ગઈકાલે બપોરે મૃત્યુ નીપજયું હતું. જેઓ નું મૃત્યુ કોરોના ની બીમારી ઉપરાંત ડાયાબિટીસ સહિતની બીમારીના કારણે થયું હોવાનો અભિપ્રાય મળ્યો છે. મ્યુકરમાઇકોશિસ ના વોર્ડ માં અત્યાર સુધીમાં ૧૯૦ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત પાંચ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. અત્યાર સુધીમાં ૧૫થી વધુ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS