રાજકોટમાં ગઈકાલે કોરોનાના 4 કેસ સામે આવ્યા હતા, ત્યારે આજે વધુ 6 નવા કેસ નોંધાયા છે. જેમાં 67 વર્ષના વૃદ્ધ અને 6 મહિનાનું સંક્રમિત થયું છે. કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે અને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ નવા કેસો સાથે રાજકોટમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 10 પર પહોંચી ગયો છે.
ક્યાં વિસ્તારોમાં નવા કેસ નોંધાયા
આ તમામ દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
એક્ટિવ કેસની સ્થિતિ અને આરોગ્ય તંત્રની તૈયારી
રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 11 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં એક દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે બાકીના 10 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેસ વધતાની સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ જેવી પ્રક્રિયાઓને વધુ સઘન બનાવવામાં આવી છે. શહેરના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે, અને કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
અલગ અલગ એરિયામાંથી કેસ મળ્યા
રાજકોટ મહાપાલિકાનાના ત્રણ ઝોન અને પાંચ વોર્ડના અલગ અલગ વિસ્તારોમાંથી કોરોનાના કેસ મળવા લાગતા મહાપાલિકા તંત્ર ઉંધા માથે થઇ ગયું છે અને આરોગ્ય શાખાના તમામ સ્ટાફને એલર્ટ રહેવા સુચના જારી કરાઇ છે તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોઇ શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જાણ કરવા તાકિદ કરવામાં આવી છે
મ્યુનિ.આરોગ્ય સ્ટાફની તાકિદની મિટિંગ
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કોરોનાના કેસ મળવા લાગતા તંત્ર સાવચેત બની ગયું છે દરમિયાન આજે બપોરે મહાપાલિકામાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વકાણીના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાના સ્ટાફની તાકીદની બેઠક બોલાવાઇ હોવાનું જાણવા મળે છે.
તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ
રાજકોટ શહેરમાંથી હાલ સુધીમાં કોરોનાના કુલ ૧૧ કેસ મળ્યા છે અને આ તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ જ સારવારમાં હોવાનું જાણવા મળે છે, એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા નથી. તદઉપરાંત તમામ દર્દીઓને તાવ, શરદી, ઉધરસ, માથું દુઃખવું અને થાક લાગવો જેવા એકસમાન લક્ષણો વર્તાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાક્ષરતા દર ૮૦.૯ ટકા સુધી પહોંચ્યો પણ લિંગ અને ભૂગોળના આધારે ભારે તફાવત
June 03, 2025 11:49 AMટ્રાન્સજેન્ડર દંપતીના બાળકને જેન્ડર-ન્યુટ્રલ બર્થ સર્ટિફિકેટ મળશે: કેરળ હાઈકોર્ટનો નિર્ણય
June 03, 2025 11:47 AMજામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પુનઃ ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી
June 03, 2025 11:46 AMઆરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર
June 03, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech