ગીર સોમનાથના તાલાલામાં 6 કલાકમાં 6.5 અને ઉનામાં 5 ઇંચ વરસાદ

  • September 01, 2021 10:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાઓમાં આજે સવારથી શરૂ થયેલ અવિરત મેઘસવારીએ ચાર કલાકમાં સાબલેઘાર વરસાદ વરસ્યો. જયારે નદી-નાળાઓમાં નવા નીર વહેતા થતા ઘોડાપૂર જેવી સ્‍થ‍િતિ ઉભી થઇ છે. આજે 
સવારથી બપોર સુઘી છ કલાકમાં જિલ્લામાં સૌથી વઘુ તાલાલા ગીર 162 મીમી (6.5 ઇંચ) અને સૌથી ઓછો સુત્રાપાડામાં 49 મીમી (2 ઇંચ) જેટલો વરસાદ વરસ્‍યો છે. ઉનામાં 5 ઇંચ, ગીરગઢડામાં 4 ઇંચ, વેરાવળમાં 
3 ઇંચ, કોડીનારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્‍યો છે.

ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી પાક સૂકાય રહ્યો હતો એવા સમયે આજે સવારથી જિલ્લાભરમાં વરસેલા શ્રીકાર વરસાદથી ખેતીના પાકો પરનું સંકટ ટળ્યુ હોવાથી ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. ગીર પંથકમાં પડી રહેલ ભારે 
વરસાદના પગલે તાલાલા ગીર પંથકની હિરણ નદીમાં ઘોડાપુર આવેલ જયારે અનેક નદી-નાળાઓમાં વરસાદના પાણી ઘસમસતા વહેતા જોવા મળતા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS