રાજકોટ જિલ્લામાં જુગારના ૬ દરોડા ૬ મહિલા સહિત ૩૩ની ધરપકડ

  • June 30, 2020 12:40 PM 103 views

રાજકોટ જિલ્લામાં પોલીસે અલગ-અલગ સ્થળોએ જુગારના દરોડા પાડયા હતા સાપર વેરાવળ ગોંડલ જેતપુર અને ઉપલેટામાં જુગારના દરોડામાં છ મહિલા સહિત ૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૧.૭૧ લાખની રોકડ સહિત ૮.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે પાડેલા દરોડામાં એલસીબીએ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે આવેલ રાજકોટના બિગ બજાર પાછળ અજંતા સોસાયટીમાં રહેતા ધીરજ ઘુસાભાઇ હિરપરા ના ચેમ્પિયન ફાર્મહાઉસમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી જુગાર ક્લબ ચલાવતા ધીરજ સાથે જુગાર રમતા રાજકોટના યુનિવર્સિટી રોડ પર નટરાજ નગર મા રહેતા પ્રતીક પ્રકાશ ઉપાધ્યાય, યુનિવર્સિટી રોડ પર પટેલ કન્યા છાત્રાલય પાસે રહેતા વિપુલ જમન વાજાર, મોરબી વાવડી રોડ પર રહેતા શબ્બીર ગુલામહુસેન ભટ્ટી,નાણાવટી ચોક સતાધાર પાર્કમાં રહેતા હિતેશ રાણા ભાઈ ડાંગર, સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રહેતા રવિન્દ્ર વીરજી ચાવડા, ચોટીલાના આશિત હબીબ ઉર્ફે રાજુ દિવાન, ધ્રોલના નિલેશ મનુ ધંધા તથા રાજકોટના મોરબી બાયપાસ ક્રિષ્ના બંગલોમાં રહેતા અતુલ રસિક વાજાર ની ધરપકડ કરી હતી. પોલીસે રૂ.૧.૨૭ લાખની રોકડ તેમજ મોબાઇલ અને વાહનો સહિત ૭.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ બનાવ અંગે જાહેરનામાના ભંગનો પણ અલગથી ગુનો નોંધ્યો હતો. ગોંડલના કુંભારવાડા મેઇન રોડ પર પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રાજેન્દ્ર વિઠ્ઠલ વાળા ,કૌશિક બટુક ધોબી, ઉદય બાબુ દૂસરા ,પરેશ ભીખુ વાળા ની ધરપકડ કરી ૧૧૮૨૦ ની રોકડ સહિત રૂ.૭૦૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોંડલમાં ત્રીજો દરોડો મોવિયા રોડ ઉપર પાડવામાં આવ્યો હતો જ્યાંથી જુગાર રમતી જયશ્રીબેન ગિરધરભાઈ પાતરા ,મંજુલાબેન મનસુખભાઈ સાડવા, સતીશ હજી સાડવા, મુકેશ હરિ સાડવા ,રાજેશ બાબુ સાડવા ની ધરપકડ કરી ૧૦ ૪૫૦ ની રોકડ કબજે કરવામાં આવી.શાપર-વેરાવળમાં પોલીસે શાંતિ ધામ સોસાયટી ગેટ નંબર-૨ પાસે જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા નર્મદાબેન વિનુભાઈ વાંઝા,ક્રિષ્ના બેન સનીભાઈ કંડોલીયા, મિતલબેન રમેશભાઈ સાદરીયા અને રસીલાબેન બાબુભાઈ કંડોળીયા ની ધરપકડ કરી ૧૮૩૦ ની રોકડ કબજે કરી હતી.


જેતપુર પોલીસે બાવાવાળા પરા માં રહેતા રોહિત લાલજી ઠેસિયા ના ઘરે દરોડો પાડી જુગાર રમતા રોહિત સાથે નવનીત જગદીશ જેઠવા, હર્ષદ પ્રદીપ મથક, કિશોર હંસરાજ હિરપરા, પ્રકાશ માનસિંગ પરમાર ,બ્રિજરાજ સિંહ ભીખુભા જાડેજા અને શક્તિ ધર્મેન્દ્ર જાદવ ની ધરપકડ કરી ૧૩ ૩૧૦ ની રોકડ કબજે કરી હતી. છઠ્ઠા દરોડામાં ઉપલેટા ના અંકુર કુંજ મકાનની બાજુમાં જુગાર રમતા જવાહર સોસાયટીમાં રહેતા દિલીપ લખમણ ધામી ,ક્રિષ્ના પાર્ક માં રહેતા દેવાયત ગોવિંદ નંદાણીયા, વિક્રમ ચોક માધવ કોમ્પલેક્ષમાં રહેતા અનિલ પરષોત્તમ પરમાર તથા વેસ્ટન પાર્કમાં રહેતા નરેન્દ્ર રમણીક ધામિની ધરપકડ કરી ૬૭૧૦ ની રોકડ કબજે કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application