PMJAY કૌભાંડ: નિહિત બેબીકેર હોસ્પિ.ને 6.54 કરોડ દંડ

  • June 28, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર પર ત્રિશુલ ચોકમાં આવેલી નિહિત બેબી કેર સેન્ટરના તબીબ ડો.હિરેન મશએ પૈસા કમાવવાની લાલચમાં નાના માસુમ ફૂલને સારવાર-નિદાન ના નામે ખોટી ટ્રીટમેન્ટ આપી આયુષ્માન યોજના હેઠળ સારવારનો તગડો ખર્ચ બતાવી સરકારી યોજનાના નાણાં ખોટી રીતે મેળવી ગેર ઉપયોગ કરવા બદલ સરકારની તપાસના અંતે હોસ્પિટલને રૂ.6.54 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ રકમ નિર્ધિરિત સમયમાં ભરવા માટે પણ જણાવ્યું છે. આયુષ્માન યોજના હેઠળ આ પ્રકારની ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ નિહિત બેબી કેર સેન્ટર (બાળકોની હોસ્પિટલ)માં પીડિયાટ્રિક ડો.હિરેન મશ સરકારની આયુષ્માન યોજનાને વધુ પ્રાધાન્ય આપી સારવાર અને નિદાન કરતા હતા. જયારે આરોગ્ય વિભાગના અધિકારીની તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું ત્યારે ખબર પડી કે, ડો. હિરેન મારું પીએમજેએવાય (આયુષ્માન ભારત) યોજના હેઠળ પોતાનો મોટો આર્થિક લાભ લણી રહ્યા હતા. ડો.હિરેન મશ બાળ દર્દીઓના ખોટા લેબોરેટરીમાં રિપોર્ટ બનાવડાવી સ્વસ્થ થયા બાદ પણ બાળકને સારવારની વધુ જરૂર હોવાનું દશર્વિી વધુ દિવસો સુધી દાખલ રાખી સારવાર, લેબ રિપોર્ટ સહિતનું મસ મોટું બિલ બનાવી આયુષ્માન યોજનાના પોર્ટલમાં અપડેટ કરી એકાઉન્ટમાં પૈસા મેળવી રહ્યા હતા. સમગ્ર મામલે સરકારના આયુષ્માન યોજના વિભાગને શંકા જતા રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીને તપાસ માટેનો આદેશ કરતા આરોગ્ય અધિકારી સિંઘની ઊંડાણપૂર્વકની તપાસ કરી સરકારને રિપોર્ટ કર્યો હતો જે રિપોર્ટના આધારે સરકાર દ્વારા રાજકોટ સહિતના 10 જેટલા અધિકારીઓની ટિમ બનાવી તપાસ હાથ ધરતા ડો.હિરેન મશએ જુદા જુદા 524 કેસ પૈકીના 116 જેટલા કેસમાં લેબના રિપોર્ટમાં નિયત કરેલા ચાર્જથી વધુ ચાર્જ ઉમેરી રૂ.65 લાખની છેતરપીંડી આચરી હોવાનું સામે આવતા


બેબીકેર હોસ્પિટલને દશ ગણી પેનલ્ટી ફટકારી રૂ.6.54 કરોડની રકમનો દંડ ફટકાર્યો છે, અને પીએમજેએવાય યોજનામાંથી બાકાત કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન ભારત યોજનાને સૌથી મોટી યોજના માનવામાં આવી રહી છે, આ યોજના હેઠળ દર્દીને સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગંભીર બીમારીની સારવાર-નિદાન માટે સરકાર દ્વારા રૂ.10 લાખની સહાય આપવામાં આવી રહી છે. પરંતુ કેટલીક હોસ્પિટલમાં આ યોજનાનો તબીબો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું અગાઉ પણ ચકાસણી દરમિયાન સામે આવ્યું હતું. અને આવી હોસ્પિટલને આયુષ્માન યોજનામાંથી બ્લોક કરવામાં આવી હતી. ત્યારે રાજકોટમાં સરકારની આ દાખલરૂપ કાર્યવાહીથી તબીબી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application