તમારા મોબાઇલમાં પહેલેથી જ ઉપલબ્ધ છે ટીકટોક તો  શું યુઝ કરી શકાશે ?

  • June 30, 2020 10:00 AM 214 views

 

ટીકટોક સહિત 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય બાદ યૂઝર્સના મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે જેમાંથી એક પ્રશ્ન એ છે કે ભારતમાં જે સ્માર્ટફોન યુઝર્સ પાસેથી એક તો પહેલેથી જ ઉપલબ્ધ છે પ્રતિબંધ થયા બાદ તેનો ઉપયોગ કરી શકાશે ?

 

ટેકનોલોજી એક્સપર્ટનું કહેવું છે કે તમારા સ્માર્ટફોનમાં પહેલેથી જ એપ્લિકેશન હશે તો કામ કરતી હશે કે નહીં તે વિશે હજુ કંઇ સ્પષ્ટ કહી શકાય તેમ નથી. હા એટલો સ્પષ્ટ છે કે યુઝર તેને કોઈ પણ પરિસ્થિતિમાં ડાઉનલોડ કરી શકશે નહીં.

 

જોકે મંગળવારે સવાર સુધીમાં અેપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ હતી, અને ડાઉનલોડ પણ થઈ રહ્યા હતી. થોડા સમયમાં નવા એપ્લીકેશન ડાઉનલોડિંગ પણ બંધ થઈ જશે.


વિશેષજ્ઞોનું કહેવું છે કે ભલે તમારા મોબાઇલમાં એપ્લિકેશન ઉપલબ્ધ હોય પરંતુ તમે તેને અપડેટ નહીં કરી શકશો તો ભારતમાં તેને કોઈપણ પ્રકારના ડેવલપર સપોર્ટ મળી શકશે.

 

રિપોર્ટ પ્રમાણે ભારત સરકારના અધિકારી સરકારના નિર્ણયોની સુચના તમામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને જણાવી રહ્યા છે. આ સમયે બ્લોક કરવામાં આવેલી એપ્લિકેશન જાણો અને આગામી સમયમાં તેના ડેટા અને ટ્રાફીકને બ્લોક કરવામાં આવશે.

 

આ પગલા બાદ મોબાઈલ માં એપ્લિકેશન ઉપલબ્ધ રહેશે પરંતુ તેની બહુ ઓછી ઉપયોગીતા રહી શકે છે. જોકે એક યુઝર ઇન્ડિયન નેટવર્કની બહાર જાય છે અને તે સ્થાન પર જાય છે જ્યાં ભારતના પ્રતિબંધ કરવામાં આવેલા એપ્લિકેશન કાનૂની રૂપથી ગેરકાયદેસર છે, તો ત્યાં એપ્લિકેશન કામ કરી શકે છે.

 

એક મોટો સવાલ એપ્લિકેશન માં રહેલી જૂની કન્ટેન્ટને લઇને છે તો ભારતમાં tiktok યુઝર્સના કરોડોની સંખ્યામાં કન્ટેન્ટ તૈયાર છે તેના માટે કમાણીનો સાધન પણ જ્યારે ભારત સરકારના પ્રતિબંધ બાદ આ કન્ટેન્ટ નું શું થશે ? તેને ક્યાં રાખવામાં આવશે અને યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે કે કેમ એ મોટો સવાલ છે તેનો જવાબ હજુ સુધી સ્પષ્ટ થયો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application