મવડીમાં ૫૮ વર્ષના ઢગાએ જાહેરમાં યુવતી સાથે બીભત્સ અડપલાં કર્યા
મવડીમાં ૫૮ વર્ષના ઢગાએ જાહેરમાં યુવતી સાથે બીભત્સ અડપલાં કર્યા
April 18, 2026 11:50 PM
રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર ઉભેલી ૧૯ વર્ષીય યુવતીના એકટિવામાં પાછળ બેસી ૫૮ વર્ષના ઢગાએ બીભત્સ અડપલાં કરતા યુવતી ડઘાઈ ગયાની સાથે ગભરાઈ ગઇ હતી. જે અંગે યુવતીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ઉદયનગરમાં રહેતા પંકજ મનસુખભાઈ પાટડીયા નામના આ શખસ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતી કામસ્થળે તબિયત બગડતા ઘરે જવા નીકળી હતી. તેણે પોતાની માતાને ફોન કરીને બોલાવ્યા બાદ મહાકાળી માતાજીના મંદિર સામે એકટીવા પાર્ક કરી રાહ જોઈ રહી હતી. ત્યારે મવડી ચોકડી તરફથી લાલ રંગની પ્લેઝર મોપેડ પર આવેલ એક અજાણ્યો વૃદ્ધ ત્યાં આવી ઊભો રહ્યો. થોડી જ વારમાં આ શખસે તમામ હદો વટાવી દીધી. અચાનક યુવતીની એકટીવા પર પાછળ બેસી જઈ તેણે શારીરિક અડપલાં શરૂ કર્યા અને તેની છાતી પર હાથ ફેરવવાનો નિર્લજ પ્રયાસ કર્યો. આ અચાનક ઘટનાથી ગભરાયેલી યુવતીએ તરત જ નીચે ઉતરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. એટલામાં યુવતીની માતા પણ પહોંચી ગઈ અને ૧૮૧૫ર કોલ કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે આરોપીને ઝડપી લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી શરૂ કરી. પકડાયેલ આરોપી મવડી મેઈન રોડ ઉદયનગર શેરી નં.૨/૬ના ખૂણે રહે છે. તેનું નામ પંકજ મનસુખભાઈ પાટડીયા(ઉ.વ.૫૮) હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેના વિરૂધ્ધ બીએનએસની કલમ ૭૫ (૨) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.