BREAKING NEWS

બેડી ચોકડી નજીક કારમાંથી બે લાખનો ૫૭૬ બોટલ દારૂ ઝડપાયો

  • February 20, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયાના મોટાહડમતીયા ગામના હસમુખ સકોરિયાની દારૂ, કાર, મોબાઈલ સહિત કુલ ૩.૧૨ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી ક્રાઈમ બ્રાંચ



રાજકોટ શહેરમાં દાના દૂષણને નિસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્રારા મહત્વની બ્રાન્ચો તેમજ જુદાજુદા ઝોનની પોલીસને કાર્યવાહી કરવાના કરેલા દેશના પગલે ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપીની સુચનાથી ડીસીબી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન જામનગર મોરબી રોડ બાયપાસ બેડી ચોકડી નજીક ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પસાર થતી વેગનઆર કાર ઝડપી તલાસી લેતા કારમાંથી બે લાખની કિંમતનો ૫૭૬ બોટલ વિદેશી દા મળી આવતા વીંછીયા પંથકના મોટા હડમતીયા ગામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અને એસીપી બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં ડીસીબી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ના એ.એસ.આઇ અનિલ સોનારા રાજેશભાઈ ચાવડા ને મળેલ બાતમીના આધારે જામનગર રોડ બાયપાસ માધાપર ચોકડી થી મોરબી રોડ બેડી ચોકડી નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન વેગનઆર કાર જીજે ૦૩ ડી એન ૯૦૦૮ પસાર થતા તેને અટકાવી ચેક કરવામાં આવી હતી. તે દરમિયાન કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દા બોટલ નગં ૫૭૬ કિંમત પિયા ૨,૦૧,૬૦૦ નો મળી આવતા કાર ના ચાલક ની પૂછતાછ હાથ ધરતા પોતાનું નામ હસમુખ નારણભાઈ સકોરિયા ઉમર ૩૭ રહે મોટા હડમતીયા ગામ તાલુકો વિછીયા વાળો હોવાનું તેમજ આરોપી ની દા કાર મોબાઈલ રોકડ સહિત કુલ ૩,૧૨,૧૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં આ દા કયાંથી અને કોણે ? આપ્યો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા આ દા રાજસ્થાનના એક શખશે ચોટીલા આવી ડીલેવરી આપી હતી યાંથી હસમુખ દા લઈ વિછીયા જવા નીકળ્યો હતો અને બેડી ચોકડી ક્રાઈમ બ્રાન્ચની ઝપટે ચડી ગયો હતો. આ અંગેની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર ગોંડલીયા, પીઆઇ મનોજ ડામોર, પીઆઇ સીએચ જાદવ, એ.એસ.આઇ અનિલ સોનારા કનકસિંહ સોલંકી હરપાલસિંહ જાડેજા રાજેશભાઈ ચાવડા સહિતની ટીમ જોડાઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application