ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષશ બોર્ડની ચૂંટણી માટે કાલે ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. જેમાં ૯ બેઠકો પર ૫૫ ઉમેદવારોએ ૭૩ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે. સંચાલક મંડળ દ્રારા છેલ્લ ી ઘડી સુધી પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા નથી, તેના બદલે ચાર ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યા છે. યારે અન્ય બે ઉમેદવારોએ સીધા જ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે. યારે બી.એડ. પ્રિન્સિપાલની બેઠક પરથી એક જ ઉમેદવારે ફોર્મ ભયુ હોવાથી આજે ચકાસણી બાદ જો તેમનું ફોર્મ માન્ય રહેશે તો આ બેઠક બિનહરીફ જાહેર થશે. આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંવર્ગમાં પણ માત્ર બે ફોર્મ ભરાયા છે અને બંને ફોર્મ સંગઠનના સભ્યના જ હોવાથી ફોર્મ ચકાસણી બાદ કયા સંવર્ગની બેઠક માટે સંગઠનના માન્ય ઉમેદવાર એક ફોર્મ પરત ખેંચાય તેવી શકયતાને જોતા આ બેઠક પણ બિનહરીફ જાહેર થવાની શકયતા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ૯ સભ્યોને ચૂંટવા માટે કાલે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. આ સાથે ૯ બેઠક પર ૫૫ ઉમેદવારો દ્રારા ૭૩ ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ સંચાલક મંડળની બેઠક માટે ૧૪ ઉમેદવારો દ્રારા ૧૯ ફોર્મ ભરવામાં આવ્યા છે. સંચાલક મંડળ દ્રારા છેલ્લ ી ઘડી સુધી પોતાના માન્ય ઉમેદવાર જાહેર કરવાનું ટાળ્યું છે અને તેના બદલે મંડળ દ્રારા ચાર ઉમેદવારો પાસે હાલમાં ફોર્મ ભરાવવામાં આવ્યા છે. સંચાલક મંડળ દ્રારા જે ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યા તેમાં એ.કે. ભરવાડ, જે.પી. પટેલ, જે.વી. પટેલ તથા દિલીપ ચૌધરીનો સમાવેશ થાય છે. જેથી ફોર્મ માન્ય રહ્યા બાદ ચાર પૈકી માન્ય ઉમેદવાર સિવાયનાબાકીના ૩ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચશે. સંચાલક મંડળની બેઠક પરથી મંડળના સભ્ય હોય તેવા બે ઉમેદવાર ડો, પ્રિયવદન કોરાટ અને ધારીણીબેન શુકલએ પણ સીધા જ ફોર્મ ભર્યા છે.
ચૂંટણીમાં બી.એડ. પ્રિન્સિપાલની બેઠક પરથી રાજકોટના ઉમેદવાર નિદત બારોટે ચાર ફોર્મ ભર્યા છે. ઉમેદવાર સિવાય આ બેઠક પર એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી બુધવારના ફોર્મની ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવાના દિવસે માન્ય ઉમેદવાર સિવાયના અન્ય ઉમેદવાર દ્રારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવશે. જેથી આ બેઠક પણ બિનહરીફ જાહેર થાય તેવી પ્રબળ શકયતા છે.
આજ રોજ ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ આ બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવશે. આમ, બી.એડ. પ્રિન્સિપાલની બેઠક બિનહરીફ જાહેર થશે. જોકે, આ સિવાય અન્ય એક બેઠક પણ બિનહરીફ થવાની શકયતા છે. જેમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક માટે ૨ ઉમેદવાર દ્રારા ૩ ફોર્મ ભરવામાં આવ્યા જોકે, આ બંને ઉમેદવાર સંગઠનના માન્ય ઉમેદવાર અને એક ડમી ઉમેદવાર છે.
૯ બેઠકો પૈકી મોટાભાગની બેઠકો ૫૨ સંગઠન દ્રારા માન્ય ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેમણે ફોર્મ પણ ભરી દીધા છે. જોકે, આ તમામ બેઠકો પર સંચાલક મંડળને બાદ કરતા અન્ય બેઠકો પર માન્ય ઉમેદવાર મજબૂત ઉમેદવાર તરીકે ઉભરીને સામે આવી રહ્યા છે. યારે સંચાલક મંડળની બેઠક પર ત્રિપાંખીયો જગં જોવા મળે તેવી શકયતા છે. સંચાલક મંડળના માન્ય ઉમેદવાર ઉપરાંત બળવાખોર ઉમેદવાર અને ખાનગી શાળા સંચાલક મંડળના ઉમેદવાર વચ્ચે સંચાલક મંડળની બેઠકને લઈને જગં જામશે. આચાર્યની બેઠક માટે ઉમેદવારોએ ૭ ફોર્મ ભર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech