BREAKING NEWS

રાજકોટ રેન્જમાં ૫૪ મ્યુલ એકાઉન્ટ શોધી,૧૮૪ સામે ગુનો નોંધાયો

  • December 17, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સાયબર રોડના બનાવો અટકાવવા માટે અને સાયબર ફ્રોડ ગુનેગારોની ચેન તોડવા માટે રાજ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુ એકાઉન્ટધારકો સામે સર્જીકલ સ્ટ્રાઈક શરૂ કરી છે. જે અંતર્ગત રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં પોલીસ દ્વારા ૧૦૭૭ શંકાસ્પદ એકાઉન્ટ ધારકોની તપાસ કરી 54 મ્યુલ એકાઉન્ટ શોધી કાઢ્યા છે. જે મામલે 184 શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને 51 ને ઝડપી લેવામાં આવ્યા છે. આ મ્યુલ એકાઉન્ટમાં કુલ રૂપિયા 19.25 કરોડના વ્યવહારો થયાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં પણ એકાઉન્ટધારકો સામે પોલીસની ઝુંબેશ આ પ્રકારે જ યથાવત રહેશે તેવું રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું.


મ્યુલ એકાઉન્ટધારકો સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ એ જણાવ્યું હતું કે, દેશભરમાં સાયબર ક્રાઇમની ચેન તોડી નાખવા દેશવ્યાપી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે ઓપરેશન હેઠળ રાજકોટ રેન્જ હસ્તકના જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં કુલ 1077 શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે. જે બેંક એકાઉન્ટમાં તબક્કાવાર સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરી વીડ્રો કરી આંગડિયા મારફત હવાલો પડાવવામાં આવતો હતો. હાલ સુધીમાં પોલીસે પાંચ જિલ્લામાં ૫૪ મ્યુલ એકાઉન્ટ શોધી કાઢયા છે. પોલીસ દ્વારા કુલ 184 આરોપીઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી ૫૧ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ જિલ્લામાં આ મ્યુલ એકાઉન્ટમાં હાલ સુધીમાં રૂ. 19.25 કરોડના નાણાકીય વ્યવહારો થયાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. વધુમાં રેન્જ આઇજીએ પ્રજાજનોને આ પ્રકારે બેંક એકાઉન્ટ ભાડે નહિ આપવા અપીલ કરી હતી. વધુમાં કોઈ શખ્સ જો એકાઉન્ટ ભાડે મેળવવા સંપર્ક કરે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application