વેરાવળ તાલુકા પંચાયતનું ૫૪.૬૭ કરોડનું બજેટ મંજૂર

  • April 02, 2021 09:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને બજેટ અંગેની બેઠક મળેલ જેમાં વર્ષ ર૦ર૧-રર નું રૂ.૫૪.૬૭ ની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મજૂર કરવામાં આવેલ છે. આ બેઠકમાં તાલુકા પંચાયત કચેરીનું નવુ બિલ્ડીંગ બનાવવા માટેનો ઠરાવ પણ સર્વાનુમતે કરવામાં આવેલ હતો.


વેરાવળ તાલુકા પંચાયત કચેરીના સખાખંડમાં પ્રમુખ સરમણભાઇ વેજાણંદભાઇ સોલંકી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ જેમા વર્ષ ર૦ર૧-રર નું રૂ.પ૪,૬૭,૦પ૭ ની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. આ બજેટમાં (૧) સામાન્ય વહિવટ ક્ષોત્રે રૂ.૧,૬૭,૦૦૦ (ર) કુદરતી આફત ક્ષોત્રે રૂ.૧,ર૦,૦૦૦ (૩) બાંધકામ ક્ષોત્રે રૂ.૬,૪પ,૦૦૦ (૪) આરોગ્ય તથા પંચાયત વિકાસ ક્ષોત્રે રૂ.૧,રપ,પ૦૦ (પ) શીક્ષણ ક્ષોત્રે રૂ.ર,૦૦,૦૦૦ (૬) સમાજ કલ્યાણ ક્ષોત્રે રૂ.૬ર,૦૦૦ (૭) ખેતીવાડી અને પશુપાલન ક્ષોત્રે રૂ.પર,પ૦૦ તેમજ જુદી-જુદી યોજનાઓમાં પણ વિકાસ ક્ષોત્રે જોગવાઇ કરવામાં આવેલ છે.


વેરાવળ તાલુકા પંચાયત કચેરીનો ચાર્જ નવનિયુકત પ્રમુખ સરમણભાઇ સોલંકીએ પૂજા-અર્ચના કરી સંભાળેલ હતો. આ તકે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી સહીતના હોદેદારો ઉપસ્થિત રહેલ હતા. ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ બેઠક બોલાવેલ જેમાં વેરાવળ તાલુકા પંચાયતનું નવુ બિલ્ડીંગ અંદાજે રૂ.ત્રણેક કરોડના ખર્ચે અન્ય સ્થળે બનાવવા માટેનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. આ બેઠકમાં પ્રમુખ સરમણભાઇ સોલંકી, ઉપપ્રમુખ ઉષાબેન વાળા સહીતના સભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS