મચ્છુ બેરાજા સીમમાં વાડીની ઓરડીમાંથી ૩૧.૨૫ લાખનો શરાબનો જંગી જથ્થો લાલપુર પોલીસે કર્યો ઝબ્બે : ડબાસંગથી નકટા પાવરીયા વચ્ચે ૧૪૨૮ ઇંગ્લીશ બોટલોના કટિંગ વખતે એલસીબી ત્રાટકી : ૧૪.૩૫ લાખની માલમતા સાથે દાના બે ધંધાર્થીઓને ઝડપી લીધા : ૩ સપ્લાયરના નામ ખુલ્યા
જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા દા અંગે દરોડા પાડવામાં આવી રહયા છે અને આ દિશામાં સધન તપાસ ચલાવવામાં આવી રહી છે, દરમ્યાનમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે ઇંગલિશ દારૂની બાટલીનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનો કટીંગ થઈ રહ્યું છે તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ લાલપુરની પોલીસ ટીમ સતર્ક બની હતી, અને લાલપુર પોલીસે મચ્છુ બેરાજા ગામમાં એક મકાનમાં સંતાડવામાં આવેલો રૂપિયા ૩૧ લાખ ની કિંમત નો ૪૦૨ પેટી જેટલો જંગી દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો છે, જયારે મકાન માલિકને ફરારી જાહેર કરાયો છે.
જે દારૂના ધંધાર્થી દ્વારા એક વાહનમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કટીંગ કરવામાં આવી રહ્યો હતો, દરમિયાન એલસીબીની ટુકડીએ લાલપુરના ડબાસંગ થી નકટા પાવરીયા વચ્ચે વોચ ગોઠવી બોલેરો પિકઅપમાં લઈ જવાતો વધુ ૧૪૨૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો અને એક વાહન સહિત રૂપિયા ૧૪.૩૫ લાખની માલ મતા કબજે કરી લઇ બે આરોપીને અટકાયતમાં લીધા છે, જયારે ત્રણ સપ્લાયરોના નામો ખુલ્યા છે.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને લાલપુર વિભાગના મદદનશી પોલીસ અધિક્ષક આરઇપીએસ પ્રતિભાની સુચનાથી પ્રોહીબીશન અને જુગારના કેશો શોધી કાઢવા સુચનાઓ કરવામાં આવી હતી, દરમ્યાન જામનગર પંથકમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે દારૂના પ્યાસીઓને મોટા પ્રમાણમાં દારૂ પૂરો પાડવા માટે કેટલાક બુટલેગરો સક્રિય બન્યા હતા, અને લાલપુર પંથકમાં તાજેતરમાં જ મોટો ઇંગલિશ દારૂ ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે લાલપુરના પીઆઇ કે.એલ. ગળચરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના દિગુભા જાડેજા, જયરાજસિંહ જાડેજા, ટીનુભા જાડેજા, પ્રવિણભાઇ બડીયાવદરા સહિતની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામની કાળા ઢેબા તરીકે ઓળખાતી સીમમાં આવેલા નરેન્દ્ર ઉર્ફે નંદો બાબુલાલ રાઠોડ હાલ જામનગર નજીક એલગન સોસાયટી, હાપા સ્ટેશન વિસ્તારમાં રહે છે, પરંતુ અહીં મચ્છુ બેરાજામા તેનું મકાન આવેલું છે, જે મકાનમાં મોટો દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
જે દરોડા દરમિયાન મકાનમાંથી કુલ (૪૦૨ પેટી) ૪૮૨૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત ૩૧,૨૫,૯૫૨ રૂપિયા થાય છે. જે માતબર ઇંગલિશ દારૂ કબજે કરી લીધો હતો, અને લાલપુર પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધી તે ગુનામાં આરોપી નરેન્દ્ર બાબુલાલ રાઠોડ ને ફરારી જાહેર કર્યો હતો.
દરમિયાન એલસીબીના પીઆઇ લગારીયા તથા પીએસઆઇ મોરી, પીએસઆઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દાના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતો, દરમ્યાન એલસીબીના હરદીપભાઇ, મયુરસિંહ તથા ષીરાજસિંહને ચોકકસ બાતમી મળેલ કે લાલપુરના ડબાસંગથી નકટા પાવરીયા રોડ વચ્ચે દાનો વાહનમાં કટીંગ થઇ રહયુ છે જે હકીકત આધારે વોચ ગોઠવી હતી, જે દરમિયાન ડબાસંગ રોડ પર ફાટક પાસેથી પસાર થઈ રહેલા એક બોલેરો પીકઅપ વેન નં. જીજે૧૦ટીએસ-૧૬૧૫ને અટકાવીને તેની તલાસી લેતાં તેમાંથી વધુ ૧૪૨૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા ૧૪ લાખ ૩૫ હજારની માલમતા કબજે કરી લીધી હતી, જ્યારે જે ઈંગ્લીશ દારૂ હેરાફેરી થતી હતી તેમાં બઠેલા નરેન્દ્ર બાબુભાઈ રાઠોડ કે જેણે મચ્છુ બેરાજામાં દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હતો, અને ત્યાંથી જ કટીંગ કરવા માટે નીકળ્યો હતો તેની અને તેની સાથે રાજકોટના યુનીવસીર્ટી રોડ ખાતે રહેતા અને મુળ જોડીયાના બાલાચડીના વતની જયપાલસિંહ લાલુભા વાઘેલાની અટકાયત કરી હતી.
જે બન્ને ની વધુ પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દાનો જથ્થો મૂળ દમણ અને ત્યારબાદ રાજકોટ તરફથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, અને તે દારૂનો જથ્થો મંગાવનાર મૂળ જામનગરના રાહુલ મેર ઉર્ફે લાંબો, રાજકોટના સાજીદ, અને દા સપ્લાય કરનાર મૂળ રાજકોટના અને હાલ જામનગર સાંઢીયાપુલ પાસે સરદારનગરમાં રહેતા અશરફ દોસ્તમામદ કોચલીયાના નામો ખુલ્યા હતા, જે ત્રણ ને ફરારી જાહેર કરાયા છે, અને તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
આમ પોલીસ દ્વારા બંને સ્થળેથી કુલ ૪૦.૫૧ લાખનો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, જેથી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા એલસીબી ની ટીમ તેમજ લાલપુરની પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. થર્ટી ફર્સ્ટ પુર્વે જીલ્લામાં બુટલેગરો સક્રીય બનીને જુદા જુદા સ્થળોએ દા મંગાવી રહયા છે, પરંતુ પોલીસની બાઝ નજર અને બાતમીદારોની સતર્કતાથી જંગી જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે, થર્ટી ફર્સ્ટના પ્યાસીઓની માંગને પહોચી વળવા અને ગરજના ભાવ લેવા માટે વિદેશી દાના સપ્લાયરો દ્વારા અત્યારથી જ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય જો કે પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ પુર્વે દરોડા પાડીને જંગી જથ્થો દબોચી લીધો અને આ દિશામાં સધન તપાસ આદરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech