રાજ્યની 18 જિલ્લાની 52 સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં 11 અને 25 માર્ચની જાહેર રજાના દિવસે પણ રહેશે શરૂ

  • March 10, 2023 02:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના 18જિલ્લાની 52 સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. 11 અને 25 માર્ચની જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે. આ બંને દિવસોમાં નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે. નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.૧૧/૦૩/૨૦૨૩ તથા તા.૨૫/૦૩/૨૦૨૩ના જાહેર રજાના દિવસોએ રાજ્યના ૧૮ જિલ્લાની બાવન સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો  છે. આ બંને દિવસોએ નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.

રાજ્યના અમદાવાદ જિલ્લાની અમદાવાદ-૨(વાડજ), અમદાવાદ-૪(પાલડી), અમદાવાદ-૬(નરોડા), અમદાવાદ-૮(સોલા), અમદાવાદ-૯(બોપલ), અમદાવાદ-૧૧(અસલાલી), અમદાવાદ-૧૨(નિકોલ), અમદાવાદ-૧૪(દસ્ક્રોઈ), ધોળકા, સાણંદ,  સુરત જિલ્લાની સુરત-૧(અઠવા), સુરત-૨(ઉધના), સુરત-૩(નવાગામ), સુરત-૪(કતારગામ), સુરત-૫(અલથાણ), સુરત-૬(કુંભારીયા), સુરત-૭(હજીરા), સુરત-૧૦(નાનપુરા), કામરેજ, માંગરોળ, ઓલપાડ, પલસાણા, વડોદરા જિલ્લાની અકોટા, ગોરવા, વડોદરા-૫ (બાપોદ), ભાવનગર જિલ્લાની ભાવનગર-૧ (સીટી), મહેસાણા જિલ્લાની કડી અને મહેસાણા, મોરબી જિલ્લાની મોરબી,  નવસારી જિલ્લાની નવસારી અને  જલાલપોર, રાજકોટ જિલ્લાની રાજકોટ-૨(મોરબી રોડ), રાજકોટ-૩(રતનપર), રાજકોટ-૪(રૈયા), રાજકોટ-૫(મવા), લોધીકા અને ગોંડલ, ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર, દહેગામ તથા કલોલ, ખેડા જિલ્લાની નડિયાદ, કચ્છ જિલ્લાની ભુજ, આણંદ જિલ્લાની  આણંદ, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ભરૂચ જિલ્લાની ભરૂચ તથા અંકલેશ્વર, બોટાદ જિલ્લાની બોટાદ, જામનગર જિલ્લાની જામનગર-૧ તથા જામનગર-૨, પંચમહાલ જિલ્લાની ગોધરા અને વલસાડ જિલ્લાની વલસાડ તથા વાપી એમ મળી કુલ-૫૨ (બાવન) સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. ૧૧-૦૩-૨૦૨૩ તથા તા. ૨૫-૦૩-૨૦૨૩ના રોજ ચાલુ કામકાજના દિવસની જેમ જ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application