મે મહિનામાં ભારતમાં રોજ 5000 મોતની શક્યતા

  • April 24, 2021 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યારે ભારતમાં બીજી લહેર ઘાતક બની રહી છે અને સરેરાશ રોજના 2400થી 2500 લોકોના મોત થઈ રહ્યા છે પરંતુ મે મહિનામાં મોતનો આંકડો ડબલ થઈ શકે છે અને એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં ત્રણ લાખ લોકોના મોત થાય તેવી ભીતિ એક અભ્યાસમાં વ્યકત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં આવનારા દિવસોમાં કોરોનાનો કહેર વધશે અને મે મહિનામાં રોજ પાંચ હજારથી વધુ લોકોના મોત થશે.

 

 


વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ઈન્સ્ટિટયુટ ફોર હેલ્થ મેટ્રિકસ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેમણે અભ્યાસના તારણો જાહેર કયર્િ છે. આ અભ્યાસમાં કહેવાયું છે કે, ભારતમાં ટીકાકરણ ચાલી રહ્યું છે આમ છતાં લાંબા સમય સુધી કોરોના કહેર વરસાવતો રહેશે.

 

 


આ અભ્યાસ સાથે સંકળાયેલા નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે ભારતમાં આવનારા સમયમાં કોરોના મહામારી વધુ વિકરાળ સ્વપ ધારણ કરી શકે છે. ભારતમાં રોજ આવી રહેલા કેસ અને મોતના આંકડાઓના આધારે  આ નિષ્ણાતોએ અભ્યાસ કર્યો છે. એક અનુમાન અનુસાર 12 એપ્રિલથી 1 ઓગસ્ટની વચ્ચે 3,29,000 લોકોના કોરોનાથી મોત થઈ શકે છે.

 


આ અભ્યાસમાં જણાવાયા અનુસાર સપ્ટેમ્બર-2020થી ફેબ્રુઆરી-2021 સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા અને મોતની સંખ્યા ઘટી હતી પરંતુ 15 ફેબ્રુઆરી પછી નવા કેસ અને મોતની સંખ્યાએ સ્પીડ પકડી હતી.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં ભારતમાં નવા કેસની સંખ્યા 10 લાખની આસપાસ પહોંચી ગઈ છે.

 


કોરોનાની રસી જન ઔષધિ યોજના હેઠળ આપવા માગ
ઇન્ડિયા મેડિકલ એસોસિયેશને કોવિડ-19 સામેની રસી ખુલ્લા બજારમાં સસ્તા ભાવે જન ઔષધિ યોજના હેઠળ આપવા માગણી કરી હતી. તેણે કેન્દ્રને 18 વર્ષથી મોટી વયના બધા લોકોને રસી નિ:શુક્લ પૂરી પાડવાની વિનંતિ પણ કરી હતી. ડોક્ટરોના આ સંગઠને જણાવ્યું હતું કે દેશમાં સામૂહિક રોગપ્રતિકારશક્તિ (હર્ડ ઇમ્યૂનિટી) આવે એ માટે રસીકરણને ઝડપી બનાવવાની બાબતને પ્રાધાન્ય આપવું જોઇએ. તેણે જણાવ્યું હતું કે દેશના આર્થિક લાભ કરતાં વધુ મહત્ત્વનું કામ રસીકરણનું અને જનતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. દેશમાં રસીના ભાવ પારદર્શક રાખવા જોઇએ.ઇન્ડિયા મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે રસીના ઉત્પાદકોને તેની કિંમત નક્કી કરવાની છૂટ અપાઇ છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાવાઇરસ સામેની પોતાની રસીના ભાવ રૂપિયા 600 રાખવાની જાહેરાત પણ કરી દીધી છે. સરકારે પુખ્તવયના દરેકને રસી નિ:શુલ્ક અથવા બહુ જ સસ્તા ભાવે મળી રહે તે માટે પગલાં લેવા જોઇએ. તેણે જણાવ્યું હતું કે જો રસીના ભાવ નિયંત્રિત નહિ કરાય અને કેન્દ્રના અંદાજપત્રમાં આ માટે ફાળવાયેલા રૂપિયા 35,000 કરોડનો પૂરો ઉપયોગ નહિ કરાય તો દેશમાં પરિસ્થિતિ વણસી જશે. દેશમાં આર્થિક ઉપરાંત આરોગ્યની સમસ્યા વધશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021