દેશના ચલણમાં ૫૦૦ની નોટોનો હિસ્સો ૮૬.૫ ટકા થયો: રિઝર્વ બેંક

  • May 31, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં ચલણમાં રહેલી કુલ નોટોમાં . ૫૦૦ની નોટોનો હિસ્સો માર્ચ ૨૦૨૪ સુધીમાં વધીને ૮૬.૫ ટકા થઈ ગયો છે, યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે ૭૭.૧ ટકા હતો. રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલમાં આ વધારાનું મુખ્ય કારણ ગયા વર્ષે મે મહિનામાં ૨૦૦૦ પિયાની નોટો પાછી ખેંચી લેવાનું ગણાવવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે ૨૦૦૦ પિયાની નોટોનો હિસ્સો એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૧૦.૮ ટકાથી ઘટીને માત્ર ૦.૨ ટકા પર આવી ગયો છે.

આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં, . ૫૦૦ની નોટોની મહત્તમ રકમ ૫.૧૬ લાખ હતી. યારે ૧૦ પિયાની નોટ ૨.૪૯ લાખ નંબર સાથે બીજા સ્થાને છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં ચલણમાં બેંક નોટોના મૂલ્ય અને જથ્થામાં અનુક્રમે ૩.૯ ટકા અને ૭.૮ ટકાનો વધારો થયો છે, યારે અગાઉના નાણાકીય વર્ષમાં આ વધારો અનુક્રમે ૭.૮ ટકા અને ૪.૪ ટકા હતો. મૂલ્યની દ્રષ્ટ્રિએ ચલણમાં બેંક નોટોની સંખ્યામાં થયેલો વધારો તાજેતરના વર્ષેામાં સૌથી ઓછો છે.

વાર્ષિક અહેવાલ મુજબ, આ ઉપાડની અસર નકલી નોટોની ઓળખ પર પણ પડી છે. આ સમયગાળા દરમિયાન, ૨,૦૦૦ પિયાની ૨૬,૦૦૦ થી વધુ નકલી નોટો મળી આવી હતી યારે એક વર્ષ પહેલા ૯,૮૦૬ નકલી નોટો ઓળખવામાં આવી હતી. જો કે, ૫૦૦ પિયાની નકલી નોટો મળી આવી છે જે એક વર્ષ પહેલા ૯૧,૧૧૦ થી ઘટીને ૮૫,૭૧૧ થઈ ગઈ છે. આ રિપોર્ટમાં . ૨૦૦૦ની નોટો પાછી ખેંચવા અંગે કહેવામાં આવ્યું છે કે ૨૦૧૬માં નોટબંધી બાદ રજૂ કરવામાં આવેલી આ મૂલ્યની લગભગ ૮૯ ટકા નોટો ચાર વર્ષથી વધુ સમયથી ચલણમાં હતી. તેમને બદલવાની જર હતી અને ઉપરાંત, તે નોટોનો વ્યવહારમાં સામાન્ય રીતે ઉપયોગ થતો ન હતો

૫ માંથી દર ૪ ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે યુપીઆઇ દ્રારા: આરબીઆઇ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪ માં દેશમાં ૫ માંથી લગભગ ૪ ડિજિટલ પેમેન્ટ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ દ્રારા કરવામાં આવી હતી. દેશમાં ડિજિટલ પેમેન્ટના કુલ વોલ્યુમની સરખામણીમાં યુપીઆઇનો હિસ્સો વર્ષ ૨૦૨૩માં ૭૩.૪ ટકાથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૭૯.૭ ટકા થયો છે. ૨૦૨૦માં ભારતમાં કુલ ડિજિટલ પેમેન્ટ વોલ્યુમમાં યુપીઆઇનો હિસ્સો ૩૬.૮ ટકા હોવાનો અંદાજ હતો. છેલ્લા કેટલાક વર્ષેામાં, યુપીઆઇ એ ડિજિટલ ટ્રાન્ઝેકશન માટે સૌથી લોકપ્રિય પદ્ધતિ તરીકે ઉભરી આવ્યું છે. ૨૦૨૪માં ડિજિટલ પેમેન્ટસનું પ્રમાણ ૧૬૪.૪ બિલિયન ટ્રાન્ઝેકશન છે, જે ૨૦૨૩માં ૧૧૩.૯ બિલિયન ટ્રાન્ઝેકશનથી વાર્ષિક ધોરણે ૪૪ ટકા વધારે છે. ૨૦૨૦ માં, દેશમાં કુલ ૩૪ અબજ ડિજિટલ યુપીઆઇ વ્યવહારો નોંધાયા હતા. ડેટા અનુસાર, પીઆએસ ટર્મિનલની સંખ્યા વાર્ષિક ધોરણે ૧૪.૩ ટકા વધીને ૨૦૨૪ માં ૮.૯ મિલિયન થઈ છે, યારે ભારત કયુઆર કોડની સંખ્યા ૧૬.૧ ટકા વધીને ૬.૨ મિલિયન થઈ છે. ૨૦૨૪ ના અંતે યુપીઆઇ કયુઆર કોડસ વાર્ષિક ધોરણે ૩૫ ટકા વધીને ૩૪૬ મિલિયન કોડસ પર પહોંચી ગયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application