કલેકટરને જન્માષ્ટમી લોકમેળાના નામકરણ માટે 500 નામ સુચવાયા

  • July 30, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તા.24 ઓગસ્ટ, 2024થી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પધર્િ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આકર્ષક શીર્ષક આપવા નિમંત્રણ પાઠવવામાં આવતા આજ સુધીમાં 500 થી વધુ નામો સુચવવવામાં આવ્યા છે. જેનો આવતીકાલ તા. 31 જુલાઈના રોજ છેલ્લો દિવસ હોઈ હજુ પણ જે લોકો મેળાનું નામકરણ સૂચવતા માંગતા હોય તેઓએ હજ્ઞસળયહફફિષસજ્ઞિંલળફશહ.ભજ્ઞળ  પર ઈ-મેલ થી નામ મોકલી આપવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષનો લોકમેળો તા.24 ઓગસ્ટ થી તા. 28 ઓગસ્ટ સુધી યોજાનાર છે. ત્યારે રાજકોટ, સૌરાષ્ટ્રની આગવી ઓળખ પ્રતિબિંબિત કરતા શીર્ષક સાથે વર્ષ 2024 નો લોક મેળો યોજાશે.
આ પૂર્વે રંગીલો લોકમેળો, રસરંગ લોકમેળો,મલ્હાર લોકમેળો, જમાવટ લોકમેળો જેવા નામ સાથે લોકમેળા યોજાયા છે.
નામકરણ માટે શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય હોવું જોઇએ. વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ.
એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇ-મેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ સ્પધર્મિાં કોઇ પણ નાગરિક ભાગ લઇ શકશે. પ્રાપ્ત થયેલી એન્ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે.
સ્પર્ધકે પોતાની એન્ટ્રી ઇ-મેઇલ હજ્ઞસળયહફફિષસજ્ઞિંલળફશહ.ભજ્ઞળ  પર તા.31-7-2024 સુધીમાં મોકલવાની રહેશે. સમય મયર્દિા બાદ આવેલી એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ જિલ્લા કલેકટર તંત્રએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application