સુરત કાપડ બજારના ૫૦૦ કરોડ બાંગ્લાદેશમાં ફસાયા

  • December 07, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળી પર વધુ વેચાણ બાદ પણ સુરત કાપડ બજારના અનેક વેપારીઓ ચિંતિત છે. કાપડના વેપારીઓ બાંગ્લાદેશના કાપડ બજારોમાં વેચેલા માલના નાણા આવવાની ચિંતા છે ત્યારે તેઓ હિન્દુ સમુદાય પર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારથી પણ નારાજ છે. છેલ્લી દુર્ગા પૂજા સિઝન અને અન્ય પ્રકારની ખરીદીની લગભગ ૫૦૦ કરોડની રકમ બાંગ્લાદેશથી સુરત ટેકસટાઈલ માર્કેટમાં પરત કરવાની બાકી છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની હકાલપટ્ટી બાદ સ્થિતિ સતત વણસી રહી છે.
ઢાકા, ચિટગાંવ, મીરપુર, કોમિલ્લા વગેરે ટેકસટાઈલ માર્કેટમાં સુરત ટેકસટાઈલ માર્કેટમાંથી ૮૦ ટકા સિન્થેટીક પ્રોડકટસ સાડી, ડ્રેસ અને ફેબ્રિકસનો વેપાર થાય છે અને હાલની પરિસ્થિતિમાં બંને બાજુના કાપડના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. તેમાંથી એક હવે ક્રેડિટ પર માલ ખરીદવા અંગે ચિંતિત છે, યારે અન્ય વેચાયેલા માલની રકમ પ્રા કરવામાં થતા વિલંબથી ચિંતિત છે. જો કે બંને બાજુના વેપારીઓ માને છે કે આ ખરાબ સમય પણ પસાર થઈ જશે.
સુરત ટેકસટાઈલ માર્કેટમાં ૨૫૦–૩૦૦ કાપડના વેપારીઓ છે જે કોલકાતા થઈને અથવા સીધા બાંગ્લાદેશ સાથે કાપડનો વ્યવસાય કરે છે. મિલેનિયમ–૨ માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે, દુર્ગા પૂજા બાદ સ્થાનિક વેપારીઓએ ઈદના ગ્રાહકો માટે સેમ્પલ લેવાનું શ કયુ હતું. હવે ત્યાંની પરિસ્થિતિને કારણે દરેક વ્યકિત રાહ જોવાની સ્થિતિ પર આવી ગયા છે.
બાંગ્લાદેશના કોમિલા કાપડ બજારના વેપારીના જણાવ્યા અનુસાર, ધંધા અંગે ચિંતાની સાથે ગભરાટનું વાતાવરણ છે. વ્યવસાયનો પાયો વિશ્વાસ છે અને અત્યારે માત્ર યોગ્ય સમયની રાહ છે. તે જ સમયે, ઢાકા ટેકસટાઇલ માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે અહીં લની સિઝન છે અને ઓછી માત્રામાં સામાન આવી રહ્યો છે પરંતુ તેની અસર ચોક્કસપણે થાય છે. આડતિયા એસોસિએશન સાથે સંકળાયેલા એક વ્યકિતએ જણાવ્યું હતું કે સુરત ટેકસટાઇલ માર્કેટના વેપારીઓનો બાંગ્લાદેશના વેપારીઓ સાથે સીધો વેપાર બહત્પ ઓછો છે. મોટાભાગનો કારોબાર કોલકાતા મારફતે થાય છે, તેથી છેલ્લી સિઝનમાં ફસાયેલી આશરે ૫૦૦ કરોડ પિયાની રકમ સુરક્ષિત છે.
ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેકસટાઈલ એસોસીએશનના અધ્યક્ષ કૈલાશ હકીમએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં જંગી રકમ અટવાઈ જવાને કારણે સુરતના કાપડ બજાર પર તેની અસર થવાની ખાતરી છે. કારણ કે વેપારી આ જ રકમનો મોટો હિસ્સો લઈને નવી સિઝનની તૈયારીઓ કરે છે. વર્તમાન પરિસ્થિતિમાં સ્થાનિક વેપારીઓએ પણ બાંગ્લાદેશ સાથે સીધો વેપાર કરવાનું ટાળવું જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application