સ્ટેટ જીએસટી વિભાગમાં લાંબા સમયથી કર્મચારીઓની બઢતી-બદલીના આદેશની જોવાઈ રહેલી રાહ બાદ હવે વિભાગ દ્વારા કર્મચારીઓની બઢતી-બદલીના આદેશ કરવામાં આવ્યા હતા.
જેમાં સ્ટેટ જીએસટી વિભાગના ભાવનગર ડિવિઝનમાં ફરજ બજાવતા અલગ-અલગ સંવર્ગના ૫૦ કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યવેરા અધિકારી, રાજ્યવેરા નિરિક્ષક, સિનિયર ક્લાર્ક અને જૂનિયર ક્લાર્કની બઢતી તથા બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર ડિવિઝનમાં ફરજ બજાવતા બે રાજ્યવેરા અધિકારી (એસટીઓ), ૮ રાજ્યવેરા નિરિક્ષક (એસટીઆઈ), ૫ સિનિયર ક્લાર્ક અને ૧૦ જૂનિયર કલાર્કની બદલી કરવામાં આવી છે. જેમાં નાયબ રાજ્યવેરાકમિશનરની કચેરી, (અન્વેષણે) વિભાગ-૯, મોબાઈલ સ્ક્વોર્ડ ભાવનગર ખાતે રાજ્યવેરા અધિકારી તરીકે ફરજ બજાવતા ભાવેશ છગનભાઈ શ્યોરાની સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૪ મહેસાણા (રિકવરી) ખાતે આશરે માત્ર અઢી મહિનામાં જ અચાનક બદલી કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બની છે અને તેમના સ્થાને સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી ઘટક-૭૬, ભાવનગર ખાતે રાજ્યવેરા અધિકારી (એસટીઓ) તરીકે ફરજ બજાવતા મિરાજ મુકેશભાઈ કળથિયાને મુકવામાં આવ્યા છે. ઉપરાંત ભાવનગર ડિવિઝનમાં ફરજ બજાવતા ૧૨ સિનિયર ક્લાર્ક મળી કુલ ૧૩ને રાજ્યવેરા નિરિક્ષક છે. તરીકે બઢતી સાથે બદલી આપવામાં આવી છે અને ૧૩ જૂનિયર ક્લાર્કની સિનિયર ક્લાર્ક તરીકેનું પ્રેમોશન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રથમવાર 6 મહિલાઓએ સાથે કરી સ્પેસની સફર, હોલીવુડ સિંગર કેટી પેરી પણ હતી સામેલ
April 14, 2025 08:07 PMગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામ આવશે વહેલા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી
April 14, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech