ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ૫.૫૦ લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી

  • April 09, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેપારી અને ખેડૂતોની સતત ધમધમતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૫.૩૦ લાખની ધોળા દિવસે ચોરી યાની ઘટના બની હતી. ચોરીના આ બનાવને લઈશ ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસ ધરી ગણતરીની કલાકોમાં બનાવવાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે અહીંથી રોકડ રકમની ચોરી કરનાર મૂળ કાલાવડના નવાગામના વતની અને રાજકોટમાં રહેતા શખસને પોલીસે ઝડપી લઇ તેની પાસેી રોકડ રકમ ૫.૦૮ લાખ તા બાઈક સહિત કુલ રૂપિયા ૫.૪૧,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બી વીંગમાં આવેલ ૧૩૩ નંબરની મહારાજા એન્ટરપ્રાઇઝ નામની કમિશન એજન્ટ નું કામ કરતી પેઢીમાં સવારે ૯:૦૦ થી  ૧૦:૦૦ વાગ્યા દરમિયાન કોઈ શખસે અહીં આવી ટેબલનું લોક તોડી ચાવીી તિજોરી ખોલી તેમાં પડેલ રોકડ રૂપિયા ૫.૩૦ લાખ ચોરી કરી હતી. પેઢીના માલિક મહેશભાઈ વિઠ્ઠલભાઈ વેકરીયા સવારે રોજિંદા કામ મુજબ પેઢી ખૂલી રાખી હરાજીમાં ગયા હતા હરાજીમાંથી પરત ફરી દુકાને આવી જોતા ટેબલનું લોક તૂટેલું હોય તિજોરી પણ ખુલ્લી હોય અહીંથી રોકડ રકમ ની ચોરી ઈ ગયાનું માલુમ પડ્યું હતું જેી તેમણે પોલીસે જાણ કરી હતી.

ચોરીના આ બનાવને લઇ સનિક પોલીસની સો રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ અને ડી.જી.બડવા તા તેમની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. પોલીસ યાર્ડના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. ચોરીમાં જાણભેદુનો હા હોવાની શંકા હોય જે દિશામાં પણ તપાસ હા ધરી હતી. દરમિયાન એએસઆઈ બ્રિજરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, દિગ્વિજયસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે ગોંડલ નજીક આશાપુરા ચોકડી પાસેી મામાદેવના મંદિર નજીક શંકાસ્પદ હાલતમાં એક શખસને લીધો હતો.

પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ હિતેશ ઉર્ફે શીવો નાનજીભાઇ તાળા(ઉ.વ ૩૯ રહે. હાલ માધવ પાર્ક, રાજકોટ મૂળ નવાગામ તા. કાલાવડ) હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે તેની સઘન પૂછતાછ કરતા તેણે યાર્ડમાંી ચોરી કર્યાની કબુલાત આપી હતી આરોપી પાસેી રૂપિયા ૫. ૦૮ લાખ રોકડ ેલો તા બાઇક સહિત કુલ રૂપિયા ૫.૪૧,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી હાલ રાજકોટમાં રહી એસી ફિટિંગનું કામ કરે છે તે મૂળ કાલાવડના નવા ગામ નો વતની હોય વેપારી પણ નવાગામના વતની છે તે પરિચિત હતો એટલું જ નહીં તે અવારનવાર પેઢીએ આવતો જતો રહેતો હતો. દરમિયાન ગઈકાલે સવારે વેપારી હરાજીમાં ગયા હોય દુકાને કોઈ ન હોય તક મળતા હાફેરો કરી લીધો હોવાની કબુલાત આપી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application