પૂર્વેાત્તરમાં ૫.૨નો ભૂકંપ: પાંચ રાયોની ધરા ધ્રુજી
પૂર્વેાત્તરમાં ૫.૨નો ભૂકંપ: પાંચ રાયોની ધરા ધ્રુજી
April 21, 2026 02:06 PM
ઇમ્ફાલ મંગળવારે વહેલી સવારે ૫.૫૯ વાગ્યે પૂર્વેાત્તર ભારતના અનેક રાયોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજાેંગ હતું, યાં જમીનથી ૬૨ કિમી ઐંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વેાત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકપં છે. આ પહેલા ૭ એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા. ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે ૭.૫ની તીવ્રતાનો પ્રચડં ભૂકપં આવ્યો હતો, જેના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું...